<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

પોલીસ હેડ કવાર્ટરમાં કોન્‍સ્‍ટેબલના ઘરમાંથી ર.૯૯ લાખના દાગીનાની ચોરીઃ પુત્રના મિત્રનો હાથફેરો

પોલીસ પુત્ર હર્ષજીત સાથે ઇવેન્‍ટનું કામ કરતા રાજ મેંદપરાએ મિત્રતા કેળવ્‍યા બાદ ઘરની ડુપ્‍લીકેટ ચાવી બનાવી લીધીઃ જમવાના પાસ આપી પોલીસ પરીવારને જમવા મોકલ્‍યા બાદ દાગીના ઉઠાવી ગયોઃ પ્રનગર પોલીસમં અભીજીતસિંહ ચુડાસમાની ફરિયાદ

રાજકોટ, તા. ર૯: શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા કોન્‍સ્‍ટેબલના ઘરમાં પુત્રના મિત્રએ ડુપ્‍લીકેટ ચાવી બનાવી ઘરમાં પ્રવેશ કરી રૂા. ર.૯૯ લાખના દાગીના ચોરી જતા પ્રધ્‍યુમનનગર પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા અભીજીતસિંહ શકિતસિંહ ચુડાસમા (ઉ.વ. રર) એ પ્રધ્‍યુમનનગર પોલીસમાં તેનાજ મિત્ર રાજ મનીષભાઇ મેંદપરા (ઉ.વ. ૩૧) (રહે. કોઠારીયા ગામ) વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. અભીજીતસિંહે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે હું અભ્‍યાસ કરૂ છું. મારાથી નાનાભાઇનું નામ હર્ષજીતસિંહ છે. પિતા શહેર પોલીસમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવે છે અને કોઠારીયા ન્‍યારા પેટ્રોલપંપની પાસે રહેતો રાજ મનીષભાઇ મેંદપરા પણ મારો મીત્ર છે. તે અવાર નવાર ભેગા થતા હોઇ છીએ. ગત તા. ૧૯ ના રોજ હું પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્‍ડમાં હતો ત્‍યારે ભાઇ હર્ષજીતસિંહનો ફોન આવેલ કે ‘મારા મીત્ર રાજ મેંદપરાનો મને ફોન આવ્‍યો હતો. અને તને જમવાના પાસ આપવા માટે આવે છે' તેમ વાત કરી હતી બાદ રાજ મેંદપરાનો મારા પર ફોન આવતા તેણે કહયુ કે ‘અભીજીત તુ કયાં છો' કહેતા હું ગ્રાઉન્‍ડમાં તારા મીત્ર સાથે છું. તેમ વાત કરતા આ રાજ ગ્રાઉન્‍ડ પાસે આવી ભાભા હોટલના બે પાસ આપ્‍યા હતા અને રાજ મેંદપરા, યુવરાજસિંહ અને મેહુલ ત્રણેય મારૂતીનગર સોસાયટીમાં પાણીપુરી ખાવા માટે ગયા અને હું મારા ઘરે ગયા બાદ માતાને હોટલમાં જમવા જવા બાબતે વાત કર્યા બાદ બંને હોટલમાં જમવા માટે ગયા હતા. ત્‍યારે મને મારા ભાઇના મિત્ર રાજ મેંદપરાનો ફોન આવેલ કે ‘તમે જમવા માટે નીકળી ગયા' તેમ પુછતા ‘મેં તેને હા પાડી અને ઘરેથી નીકળીએ છીએ ત્‍યારબાદ રાજના બે વખત ફોન આવ્‍યા હતા અને હું મારા મમ્‍મી રાત્રે જમીને ઘરે પરત આવ્‍યા હતા. પિતા ગામડે ગયા હતા. બાદ તા. ર૧ ના રોજ મારે લગ્નમાં જવાનું હોઇ જેથી કબાટમાં રાખેલી વીટી લેવા જતા વીટી ન જોવામાં આવતા બંને કબાટમાં જોતા સોનાના દાગીના અને રોકડા રૂપીયા જોવામાં ન આવતા માતા ભાવનાબાને વાત કરતા તપાસ કરતા બંને કબાટમાં સોનાનો હાર, મંગલસુત્ર, છ વીટી અને રૂા. ર લાખ રોકડા જોવા ન મળતા રૂા. ર.૯૯ લાખના રોકડ અને દાગીનાની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ મેં મારા ભાઇ હર્ષજીતના મિત્ર રાજ મેંદપરાનો સંપર્ક કરતા તેનો ફોન બંધ આવતો હોઇ, તપાસ કરતા તેના ઘરે પણ તાળુ હતું. આથી રાજ મેંદપરાએ ઘરમાં પ્રવેશ કરી ચોરી કર્યાની શંકા જતા પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્‍યા મુજબ રાજ મેંદપરા ઇવેન્‍ટનું કામ કરતો હોઇ તેણે હર્ષજીતસિંહ સાથે મીત્રતા કેળવી અવાર-નવાર પોલીસ હેડ કવાર્ટરમાં આવતો જતો હોઇ તેથી તેણે અભીજીતસિંહ સાથે પણ મીત્રતા કેળવી હતી. અને બાઇકમાં કવાર્ટરની ચાવી હોઇ તેથી કોઇપણ રીતે રાજે ઘરની ડુપ્‍લીકેટ ચાવી બનાવી લીધી હતી. બાદ તેણે જમવા માટેના બે પાસ આપી પરિવારને હોટલમાં જમવા માટે મોકલ્‍યા બાદ તેણે પાછળથી હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્‍યું છે.(૬.૧૭)

(3:52 PM IST)