News of Wednesday, 29th January 2025
રાજકોટ યાર્ડમાં નવા વટાણાની આવક શરૂઃ મણના ર૦૦૧ રૂા.ના ભાવે સોદા પડયા

રાજકોટ : રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે નવા વટાણાની આવક શરૂ થઇ હતી. કાલાવડના નિકાવા ગામના ખેડુત ભરતભાઇ વલ્લભભાઇના ૩૯ દાગીનાના નવા વટાણાની આવક થઇ હતી. મુહુર્તમાં એક મણના ર૦૦૧ રૂા.ના ભાવે સોદા પડયા હતા. કમીશન એજન્ટ કોટડીયા ટ્રેડીંગ મારફત કલ્પ કોર્પોરેશને આ નવા વટાણાની ખરીદી કરી હતી
(4:18 PM IST)










