તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
પરિચય ટ્રસ્ટ મુંબઇ દ્વારા પુરાતત્વવિદ પી.પી.પંડયા પરિચય પુસ્તીકાનું લોકાર્પણ
પુરાતત્વવિદ પી.પી.પંડયાએ પ્રાગૈતિહાત્મક, આધ્ય ઐતિહાસિક અને અૈિતહાસીક સમયના ર૦૦ ઉપરાંત સંશોધનો કરેલા છેઃ કુંદન વ્યાસ, નવિનભાઇ દવે, હાર્દિક મામણીયા, અરવિંદ દેગવેકર, નટવર ગાંધી, સ્નેહલ મઝુમદાર, મંજરી મઝુમદારના હસ્તે પરિચય પુસ્તિકાનું લોકાર્પણઃ જાણીતા કવિયત્રી, ચરીત્ર લેખીકા, પ્રાધ્યાપિકા, ગુજરાતી સાહીત્ય પરીષદના વિકાસમંત્રી સંધ્યાબેન ભટ્ટનું આલેખન

રાજકોટઃ પરિચય ટ્રસ્ટ (મુંબઇ) દ્વારા પ્રતિષ્ઠિત પરિચય પુસ્તીકા પ્રસિધ્ધ કરવામાં આવે છે. તે અનુસંધાને ‘‘પુરાતત્વવિદ પી.પી.પંડયા'' પરિચય પુસ્તીકાનો લોકાર્પણ સમારંભ મહાત્મા ગાંધી મેમોરીયલ બિલ્ડીંગના હિન્દુસ્તાની પ્રચાર સભા હોલ (મુંબઇ) ખાતે યોજાઇ ગયો.જેમાં શ્રી કુંદન વ્યાસ, શ્રી હાર્દિક મામણીયા, શ્રી અરવિંદ દેગવેકર, શ્રી સ્નેહલ મઝુમદાર, શ્રી નવીનભાઈ દવે, ડો. મંજરી મઝુમદાર ના હસ્તે પરિચય પુસ્તિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સુપ્રસિદ્ધ કવિ શ્રી હિતેન આનંદપરા દ્વારા કરવામાં આવ્યું હતું.
પરિચય ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૬પ વર્ષ થયા જ્ઞાન-પ્રસારનો યજ્ઞ ચાલી રહ્યો છે. નોંધનિય છે કે પરિચય પુસ્તીકા જેવી અણમોલ પ્રવળતિ ભારતની કોઇ પણ ભાષામાં હજી સુધી થયેલ નથી. અધિકારી લેખકની કલમે લખાયેલી પરિચય પુસ્તીકા એટલે વિવિધ ક્ષેત્રની વ્યકિત અને વિભૂતિઓની ચરિત્રરેખા, સીધી સરળ ભાષા દ્વારા માહિતીથી જ્ઞાન તરફ જવાનો રાજમાર્ગ છે.
પુરાતત્વવિદ પી.પી.પંડયા પરિચય પુસ્તીકાનું તલસ્પર્સી માહિતી આપતુ આલેખન શ્રી સંધ્યાબેન ભટ્ટ દ્વારા થયેલ છે. જેઓ ગુજરાતના જાણીતા કવયિત્રી અને ચરિત્ર લેખીકા છે. પી.આર.બી.આર્ટસ એન્ડ પી.જી.આર કોમર્સ કોલેજ, બારડોલીમાં અંગ્રેજી સાહિત્યનું અદ્યાપન કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસ મંત્રી પદે પણ કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રખર પુરાતત્વવિદ પી.પી.પંડયાએ પ્રાગૈતિહાસીક, આદ્યઐતિહાસીક અને ઐતિહાસીક સમયના ર૦૦ ઉપરાંત સ્થળો શોધી ઇતિહાસ બનાવ્યો છે. જેમા ૪પ૦૦ વર્ષ પ્રાચીન હરપ્પન સંસ્કળતિનુ કિલ્લેબંધ નગર રોજડી (શ્રીનાથગઢ), ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌધ્ધગુફાઓ (ખંભાલીડા), ઇ.સ.પૂર્વે ૧ર૦૦ થી ઇ.સ.ની છઠ્ઠી સદી સુધીની સાંસ્કળતિક ઇતિહાસની સળંગ કડીઓ નગરના ટીંબા, પ્રભાસ પાટણ ખાતે ઉત્ખનન કરી શોધ્યુ તેનો પણ સમાવેશ થાય છે. તે સમયે પヘીમના પુરાતત્વવિદોના મતે સૌરાષ્ટ્રમાં પ્રાચીન સંસ્કળતિનું અસ્તીત્વ નથી તે મતને પી.પી.પંડયાએ સંશોધનો દ્વારા ખોટો સાબીત કરી સૌરાષ્ટ્રમાં પ્રાચીન સંસ્કળતિનો ભંડાર છે તે સાબીત કર્યુ. તે સમયના ટાંચા સાધનો છતા આશરે ર૦૦૦ કી.મી.નો પગપાળા પ્રવાસ કરી પ્રાચીન સંસ્કળતિ ઉજાગર કરી અને સૌરાષ્ટ્રને રાષ્ટ્રના પુરાતત્વીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન અપાવ્યુ. પી.પી.પંડયા સૌરાષ્ટ્ર રાજય સરકારના પુરાતત્વ વિભાગના વડા હતા ત્યાર બાદ મહાદ્વિભાષી મુંબઇ રાજય બનતા હાલના સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અને મુંબઇ શહેર વિસ્તારના વડા બન્યા. તા. ૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાત રાજયની સ્થાપના થનાર હતી અને પી.પી.પંડયા ગુજરાત રાજયના પુરાતત્વ વિભાગના પ્રથમ વડા તરીકે ચાર્જ સંભાળનાર હતા તેના બે માસ પહેલા ફકત ૩૯ વર્ષની યુવા વયે તેમનું અવસાન થયુ. ખુબ ટુકી કારકીર્દીમાં તેમના સંશોધન કાર્યોથી તેઓ દેશ અને વિદેશમાં જાણીતા પુરાતત્વવિદ બની ગયા હતા. તેમણે રાજયના એક મહાનુભાવને લખેલા પત્રમાં જણાવ્યુ હતુ કે મારું એકમાત્ર ધ્યેય છે -પヘીમ ભારતની સંસ્કળતિના વિશદ સંશોધન-પ્રકાશન પછી સિંધ, અફધાનિસ્તાન અને મધ્યપૂર્વ (સુમેર-પેલેસ્ટાઇન)ની સંસ્કળતિઓનું સંશોધન અને સમન્વય કરવાનું . . . . . ‘‘હું આર્કયોલોજીને વરેલો છું અને એ ક્ષેત્રમાં કાર્ય કરતા શહીદ થવા ઇચ્છું છું.''
પી.પી.પંડયાએ વિદ્યાર્થીકાળમાં ૧૯૪રની ઓગષ્ટ ક્રાંતિની હિન્દ છોડો લડતમાં ભાગ લીધો હતો. અને એ પહેલા ગાંધીજી પ્રેરિત મલાડ (મુંબઇ) ખાતે સંત સામાજીક કાર્યકર શ્રી શ્રીનાથજીના નેતળત્વમાં સ્થપાયેલ આશ્રમ ‘‘અહિંસક વ્યાયામ સંઘ'' માં અહિંસક ઉત્ક્રાતિ માર્ગે શારીરીક, સાંસ્કળતિક અને સામાજીક કાર્યોની તાલીમ લીધી હતી.
પુરાતત્વવિદ પી.પી.પંડયાના પુરાત્વક્ષેત્રના ઐતિહાસીક કાર્યોનો સમાજને પરિચય આપવા, આ પ્રતિષ્ઠિત પરિચય પુસ્તીકા પ્રસિધ્ધ કરવા બદલ પરિચય ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નવિનભાઇ દવે, ટ્રસ્ટી અને કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી ગોપાલભાઇ દવે, શ્રી સ્નેહલભાઇ મઝમુદાર,શ્રી હિતેનભાઇ આનંદપરા, શ્રી મુકેશભાઇ જોશીનો તેમજ પુરાતત્વવિદે ફકત ૩૯ વર્ષના ખુબ ટુંકા આયુષ્યમાં એક-એક દિવસ તેમના કાર્યોને કેવી રીતે સમર્પિત કર્યો તેનુ ઉત્તમ આલેખન કરનાર બહેનશ્રી સંધ્યાબેન ભટ્ટ માટે સમગ્ર પંડયા પરિવાર અને શ્રી જયાબહેન ફાઉન્ડેશન અંતઃકરણપૂર્વક આભારની લાગણી વ્યકત કરે છે તેમ યાદીના અંતમાં પરેશ પંડયા (મો. ૯૮રપર ૧૮૯૦૩) એ જણાવ્યું છે.
(10:34 AM IST)










