<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

કોલીથડ હાઇસ્‍કૂલના નિવૃત પીટી શિક્ષક મવડીના વિઠ્ઠલભાઇ હદવાણીનું વાહન અકસ્‍માતમાં મોત

૨૬ જાન્‍યુઆરીએ ગોંડલ રમત-ગમતના કાર્યક્રમમાં હાજરી આપી મુળ વતન વેજાગામ જતાં હતાં ત્‍યારે બાઇક સ્‍લીપ થયું હતું: હાલ અંબીકા ટાઉનશીપ સિધ્‍ધી હેરીટેઝમાં રહેતાં હતાં: પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: ગોંડલના તાલુકા પોલીસ સ્‍ટેશન નજીક રિલાયન્‍સના પેટ્રોલ પંપ પાસે હોન્‍ડા સ્‍લીપ થઇ જતાંગંભીર ઇજા થતાં હાલ મવડી અંબિકા ટાઉનશીપ પાસે સિધ્‍ધી હેરીટેઝમાં રહેતાં કોલીથડની હાઇસ્‍કૂલના નિવૃત પીટી શિક્ષક વિઠ્ઠલભાઇ કરસનભાઇ હદવાણી (ઉ.વ.૭૦)નું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ સિધ્‍ધી હેરીટેઝમાં રહેતાં વિઠ્ઠલભાઇ હદવાણી ૨૬મી જાન્‍યુઆરીએ ગોંડલ ખાતે નટરાજનગરમાં રમત-ગમતનો કાર્યક્રમ યોજાયો હોઇ તેમાં રેફરી તરીકે સેવા આપવા ગયા હતાં. તેઓ દર વર્ષે આ કાર્યક્રમમાં હાજરી આપવા જતાં હતાં. ત્‍યાંથી સાંજે છએક વાગ્‍યે મોટરસાઇકલ હંકારી મુળ વતન ગોંડલના વેજાગામ તરફ જઇ રહ્યા હતાં ત્‍યારે ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

વિઠ્ઠલભાઇને ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને કોલીથડ હાઇસ્‍કૂલના નિવૃત પીટી શિક્ષક હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(2:44 PM IST)