<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

દશનામ ગોસ્‍વામી સમાજની ૧૪ લાડકવાયી દીકરીઓના વિવાહ

શ્રી દશનામ ગોસ્‍વામી સમાજ ટ્રસ્‍ટ દ્વારા શાહી, રજવાડી અને જાજરમાન સમુહલગ્ન :૭ ફેબ્રુઆરીએ ભુદેવો દ્વારા વૈદીક મંત્રોચ્‍ચાર સાથે નવદંપતી પ્રભુતામાં પગલા પાડશેઃ કરીયાવરમાં દીકરીઓને ૧૦૦ થી વધુ વસ્‍તુઓ અપાશેઃ સંતો-મહંતો આશીર્વચન પાઠવશે

રાજકોટઃ શ્રી દશનામ ગોસ્‍વામી સમાજ દ્વારા આયોજીત અને શિવ શોભાયાત્રા સમિતી પ્રેરીત ‘‘૧૪ મારી લાડકવાયી દીકરીના'' શાહી, રજવાડી અને જાજરમાન તૃતીય સમુહ લગ્નોત્‍સવ તા.૭ ફેબ્રુઆરીને શુક્રવાર કાર્તિક પ્‍લોટ, કુવાડવા રોડ ખાતે આયોજન કરવામાં આવેલ હોવાનું ગોસ્‍વામી સમાજના પ્રમુખ સંજયભાઇ ગોસ્‍વામી, રાજેશગીરી ગોસ્‍વામી, હસમુખગીરી ગોસ્‍વામી, નીલેશ ભારથીએ જણાવ્‍યું છે.

શ્રી દશનામ સાધુ સમાજે આ પવિત્ર ધરતી પર પોતાની આદર્શ પરંપરાઓ અને શ્રધ્‍ધાને સાથે રાખીને ઉત્‍કૃષ્‍ટ નૈતીક મુલ્‍યો દ્વારા સમાજનું માર્ગદર્શન કરવાનું શ્રેષ્‍ઠ કામ કર્યુ છે. સમયની સાથે સમાજના  સર્વાગી વિકાસમાં સાધુ સમાજના શ્રેષ્‍ઠીઓના યોગદાનથી સમાજને અગ્રગણ્‍ય ગૌરવ પ્રાપ્ત થયું છે. સમાજ પ્રેરણાત્‍મક કાર્ય અને સમસ્‍ત સમાજના સાથ અને સહકારથી સમુહ લગ્નોત્‍સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે ૧૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડી તેમના જીવન રથને આગળ વધારશે. આ લગ્નોત્‍સવના મુખ્‍ય મહેમાન તરીકે પ્રેમગીરી ગોસ્‍વામી (શ્રી દશરથ માનવ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ) મહેન્‍દ્રભારથી ગોસ્‍વામી (મહંત નાગેશ્વર જયોતીલીંગ), પ્રફુલગીરી ગોસ્‍વામી, હરેશગીરી ગોસ્‍વામી (મહંત ચોટીલા મંદીર), કૃષ્‍ણગીરી ગોસ્‍વામી, મનીષગીરી ગોસ્‍વામી (જુનાગઢ) નવવધુને આશીર્વાદ આપશે.

લગ્નોત્‍સવનો દિપ પ્રાગટય શ્રી ધર્મેન્‍દ્રગીરી લાલગીરી-અમરેલી (પ્રમુખશ્રી, દશનામ ગોસ્‍વામી મહામંડળ) મહંતશ્રી ધર્મ સાંસદ ૧૦૦૮ હસુપુરી દુર્લભપુરી (સાંઢીડા), શ્રી હસમુખગીરી જેન્‍તીગીરી ગોસ્‍વામી(હસુબાપુ), શ્રી ભરતગીરી ચંદુગીરી ગોસ્‍વામી (મોરબી), મહંતશ્રી અક્ષયપુરી દિનેશપુરી ગોસ્‍વામી (રાંદલ-મોટા દડવા) શ્રી ડો.મનીષગીરી કાંતીગીરી ગોસ્‍વામી (રાજકોટ) શ્રી રામદેવપુરી અશોકપુરી ગોસ્‍વામી (ઉદ્યોગપતી), મહંત સુભાષગીરી ગોસ્‍વામી (ચોટીલા)ના હસ્‍તે કરવામાં આવશે.આ વર્ષે તમામ ૧૪ પ્રભુતામાં પગલા પાડનાર તમામ દીકરીઓને સોનાની વસ્‍તુથી માંડી શેટી, પલંગ, કબાટ, બેગ, ઘરનું તમામ રાચ રચીલુ તેમજ જીવન જરૂરીયાતની ૧૦૦ જેટલી વસ્‍તુઓનો સમૃધ્‍ધ કરીયાવર આપવામાં આવશે. વરરાજાને સુટ અને કન્‍યાને ચણીયાચોલી સમિતી તરફથી આપવામાં આવશે.

આયોજનનને સફળ બનાવવા સંજયભાઇ ગોસ્‍વામી, રાજેશભાઇ ગોસ્‍વામી, હસમુખગીરી ગોસ્‍વામી, લતેશપુરી ગોસ્‍વામી, મીલનગીરી ગોસ્‍વામી, મૌલીકગીરી ગોસ્‍વામી, ઇશ્વરગીરી ગોસ્‍વામી, મયુરજતી ગોસ્‍વામી, અશ્વીનગીરી ગોસ્‍વામી જહેમત ઉઠાવી રહયાં છે.

આ અંગે વધુ માહીતી માટે મો.૮૩ર૦૩ ૦૯૯પ૯ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૩પ.૧૧)

(2:22 PM IST)