તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
કુવાડવા રોડ ડી માર્ટ પાસેથી રૂ. ૧૨ હજારના વિદેશી દારૂ સાથે દેવેન્દ્ર પાટીક પકડાયો
બી ડીવીઝન પોલીસના કોન્સ હાર્દિકભાઇ છૈયા અને સંદિપ ચાવડીયાની બાતમીઃ દારૂની ૨૭ બોટલ કબજો

રાજકોટ તા. ૩૦: કુવાડવા રોડ પર ડી માર્ટની પાછળ બી. ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ. ૧૨,૮૦૮ ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કુવાડવા રોડ ડી માર્ટ પાછળ એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઉભો હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ હાર્દિકભાઇ છૈયા અને સંદીપભાઇ અવાડીયાને બાતમી મળતા સ્ટાફ સાથે કુવાડવા રોડ પર ડી માર્ટની પાછળ દરોડો પાડી રૂ. ૧૨,૮૦૮ ની કિંમતનો વિદેશી દારૂની ૨૭ બોટલ સાથે દેર્વેન્દ્ર હેમરાજભાઇ પાટીક (ઉ.વ.૨૫) રહે. એલ.જી. પાર્ક શેરીનં ૨ ડીમાર્ટ નજીક કુવાડવા રોડ ને પકડી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરી પી.આઇ.એસ.એસ રાણેના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ હિતેશભાઇ કોઠીવાળ, કોન્સ હાર્દિકભાઇ છૈયા, સંદીપભાઇ અવાડીયા, હોમ ગાર્ડ અજયભાઇ ખાંભરા અને રવીભાઇ પાનસુરીયા દ્વારા કરવામાં આવી હતી.
(2:41 PM IST)










