<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

કલેકટરના મહેસૂલ-અપીલના કેસોનું બપોર બાદ બોર્ડ બામણબોર - પીપળીયાના બે કેસો શ્રીસરકાર કરાયા

બામણબોરમાં બીનખેતીની ર એકર જમીનમાં ખેતીનું પાનું કાઢતા રહી જતા નોટીસો અપાઇ તો પીપળીયાના કેસમાં ૬.૭ એકર જમીનમાં ભૂલથી એક એકર જમીન વધુ આપી દેવાતા નોટીસો

રાજકોટ તા. ૩૦: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીનું આજે બપોર બાદ મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ મળશે, જેમાં ર૯ કેસો અંગે સૂનાવણી હાથ ધરાશે, આ ર૯માંથી ર૭ કેસો સામાન્‍ય તકરારીના અને ખાનગી પાર્ટીના હોવાનું ઉમેરાયું છે.

પરંતુ બે કેસ મહત્‍વના છે, જેમાં બામણબોર સર્વે નં. ૯૦, તથા પીપળીયા સર્વે નં. ૬૦નો કેસ, આ બંને કેસ શ્રી સરકાર કરાયા છે, અને પાર્ટીઓને નોટીસો ફટકારી બપોર બાદ સૂનાવણી રખાઇ છે.

બામણબોરવાળા કેસમાં સમજૂબેન ધરમશીભાઇ તથા અન્‍યો ૧૮ને નોટીસો અપાઇ છે, આ કેસમાં ર એકર જમીન બીનખેતી છે, પરંતુ તેમાં ખેતીનું પાનું કાઢી નાંખવાનું રહી જતા નોંધ રદ કરવા સંદર્ભે નોટીસો અપાઇ છે.

જયારે પીપળીયા વાળા કેસમાં મધુભાઇ જંજવાડીયા અને અન્‍યોને નોટીસ અપાઇ છે, જેમાં કુલ ૬.૭ એકર જમીનમાં એક એકર જમીન કોમ્‍પ્‍યુટરની ભૂલને કારણે પાર્ટીને વધુ અપાઇ ગઇ હોય, તે જમીન પાછી લેવા અંગે કેસ શ્રી સરકાર કરી સુનાવણી રખાઇ છે.

(4:23 PM IST)