News of Thursday, 30th January 2025
ઇશ્વરીયા પાર્કને ૪ કરોડના ખર્ચે અદ્યતન બનાવાશે
સખી કેન્ટીન શરૂઃ સોલાર પેનલ ચાલુ કરાઇઃ ગાર્ડન માટે પપ લાખનું ટેન્ડર બહાર પડાયું.. ઇશ્વરીયા પાર્કમાં ૧૦૦ ફુટનો રાષ્ટ્રધ્વજ લહેરાવવા પણ ટેન્ડરઃ કલેકટર સાથે વાતચીત

રાજકોટ તા. ૩૦: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કલેકટર તંત્રના રાજકોટની ભાગોળે આવેલા અદ્યતન પીકનિક પોઇન્ટ ફલાવર વેલી-ઇશ્વરીયા પાર્કને ૪ કરોડના ખર્ચે વધુ અદ્યતન બનાવાશે, નવા આકર્ષણો ઉમેરવા, પર્યટકોને આકર્ષવા અંગે તંત્ર ૪ કરોડનો ખર્ચ કરશે, આ અંગે ગ્રાન્ટ માટે ટુંકમાં રાજય સરકારને દરખાસ્ત કરાશે.
તેમણે ઉમેર્યું હતું કે ઇશ્વરીયા પાર્કમાં સારૂં જમવાનું, નાસ્તો મળી રહે તે માટે સખી કેન્ટીન શરૂ કરી દેવાઇ છે, ૬૦ લાખના ખર્ચે ૬ હોર્સ પાવરની સોલાર પેનલ ફીટ કરી દેવાઇ છે, તેમજ અદ્યતન ગાર્ડન અંગે પપ લાખનું તો કાયમી ઢબે ૧૦૦ ફુટ રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવાયું છે
(2:52 PM IST)










