News of Thursday, 30th January 2025
પ્રહલાદ પ્લોટ સંઘનાં આંગણે મુમુક્ષુ હેત્વી પરમારનો દિક્ષા મહોત્સવ
પૂ.આચાર્ય ભગવંત તીર્થ ભદ્રસુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં મે મહિનામાં આયોજન રાજકોટમાં સૌપ્રથમ વાર સોરઠીયા રાજપૂત સમાજની દિકરી ઓઢશે પ્રભુ વીરની પછેડી

રાજકોટ તા.૩૦: શહેરની પાવન ધરા ઉપર આગામી મે માસમાં પૂ.આચાર્ય ભગવંત તીર્થભદ્રસુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં શ્રી પ્રહલાદ પ્લોટ સંઘનાં આંગણે ભવ્ય દિક્ષા મહોત્સવ યોજાશે. અ.સૌ. ઉન્નતીબેન વિમલભાઈ પરમારની સુપુત્રી તેમજ અ.સૌ. જયશ્રીબેન મનસુખભાઈ પરમારની પૌત્રી તેમજ આશાબેન કમલેશભાઈ દામાણીનાં દોહીત્રી ચિ.હેત્વી ની ઘણા વર્ષોની તપヘર્યાનાં પરિણામ સ્વરૂપે પરમ ઉપકારી પૂ.આચાર્ય ભગવંત ર્ીતીર્થભદ્રસુરિશ્વરજી મ.સા. રાજકોટનાં પનોતાપુત્ર મુનિરાજ તિર્થહંસવિજયજી મ.સા. (મામા મહારાજ)ની નિશ્રામાં આગામી શાસન સ્થાપના દિવસ, તા.૮-મે ને ગુરુવારનાં પાવન દિવસે પ્રવજ્યા અંગિકાર કરશે, પરમ ઉપકારી પૂ.આચાર્ય ભગવંત તીર્થભદ્રસુરિશ્વરજી મ.સા. રાજકોટનાં પનોતાપુત્ર મુનિરાજ તિર્થહંસવિજયજી મ.સા. (મામા મહારાજ) આઠ વર્ષ બાદ વિશાળ સાધુ-સાધ્વી ભગવંતો સાથે રવિવાર તા.૪-મેનાં રોજ રાજકોટની ધન્ય ધરા ઉપર પદાર્પણ કરશે. સાલ ૨૦૧૦માં મુનિરાજ તિર્થહંસવિજયજી મહારાજ સાહેબની ભવ્યાતિ ભવ્ય દિક્ષા મહોત્સવનું પુનરાવર્તન થશે , રાજકોટમાં સૌ પ્રથમવાર સોરઠીયા રાજપૂત સમાજની દિકરી ઓઢશે પ્રભુ મહાવીરની પછેડી અને રાજકોટમાં સૌથી નાની ઉંમરની દિકરી જૈન સાધ્વીજી બનશે.(૪૦.૧૬)
(3:14 PM IST)










