<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ગાંધી નિર્વાણ દિને મોચીબજાર વિસ્‍તારમાં ગેરકાયદે ચાલતુ કતલખાનું ઝડપાયું

કતલખાનાનો સંચાલક ફારૂક મુસાણી હોવાનું સામે આવતા એ. ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩૦:  પરાબજારમાં નવાબ મસ્‍જિદના ટ્રસ્‍ટ દ્વારા વકફનો ઓર્ડર બતાવી વળદ્ધ વેપારીની દુકાન ખાલી કરાવાઈ હતી. જેમાં ટ્રસ્‍ટી ફારુક મુસાણી સહિતના સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન આજરોજ ગાંધી નિર્વાણદીને કતલખાના બંધ રાખવા અંગેનું જાહેરનામું હોવા છતાં શહેરના મોચી બજાર વિસ્‍તારમાં ગેરકાયદે કતલખાનું ચાલતું હોવાનું ધ્‍યાને આવતા જીવદયાપ્રેમી અને પોલીસે અહીં પહોંચી અહીંથી માંસનો જથ્‍થો કબજે કર્યો હતો. આ કતલખાનું ફારૂક મુસાણી ચલાવતો હોવાનું સામે આવતા આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.મળતી વિગત મુજબ આજે  ગાંધી નિર્વાણ દિવસ હોય અને કતલખાના બંધ રાખવા માટેનું જાહેરનામું અમલમાં હોય દરમિયાન શહેરના મોચી બજાર વિસ્‍તારમાં તિલક પ્‍લોટમાં ગેરકાયદે કતલખાનું ચાલી રહ્યું હોવાનું જીવદયાનું કામ કરનાર કળપા ફાઉન્‍ડેશનના ધ્‍યાને આવ્‍યું હતું. જેથી તેમણે તુરંત એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસ અને જીવદયા પ્રેમીઓની ટીમ અહીં પહોંચી હતી. અહીં મોચી બજારમાં ગેરકાયદે કતલખાનું ચાલી રહ્યું હતું જ્‍યાંથી માસનો જથ્‍થો કબજે કરવામાં આવ્‍યો છે.આ માંસ ગૌ માંસ છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. આ કતલખાનાનો સંચાલક ફારૂક મુસાણી હોવાનું સામે આવ્‍યું હતું. જેથી આ મામલે જીવદયાપ્રેમીની ફરિયાદના આધારે ગુનો નોંધવા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(3:55 PM IST)