<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વોર્ડ નં.૭ ના મનહર પ્‍લોટ, ગવલીવાડ, વિજય પ્‍લોટ પર બોકસ કલવર્ટ બનાવાશે

કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, વર્ષાબેન પાંધી તથા જયશ્રીબેન ચાવડાની રજુઆત માન્‍ય

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૭મા રૂ.૧.૨૮ કરોડના ખર્ચે મનહર પ્‍લોટ, શેરી નં.૮ તેમજ મનહર પ્‍લોટ, શેરી નં.૯ તેમજ ગવલીવાડ મેઇન રોડ અને વિજય પ્‍લોટ મેઇન રોડ પર બોકસ કલવર્ટ બનાવવાનું કામ,રૂ.૨૨.૬૯ લાખના ખર્ચે સેન્‍ટ્રલ ઝોનમાં હીસાબી શાખાની ઓફીસનુ રીનોવેશન કરવાનું કામ તેમજ  રૂ.૨૨.૫૯ લાખના ખર્ચે પ્રાઈવેટાઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાનું કામ. આમ કુલ મળીને રૂ.૧.૭૩ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્‍લ, વર્ષાબેન પાંધી અને જયશ્રીબેન ચાવડા દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે. (૩.૧૩)

(3:58 PM IST)