<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વોર્ડ નં. ૧૧માં રંગોલી પાર્ક પાસે પાર્ટી પ્‍લોટઃ માઇનોર બ્રીજ-સ્‍લેબ કલવર્ટ બનાવાશે

કોર્પોરેટરો લીલુબેન, ભારતીબેન, રણજીતભાઇ તથા વિનોદભાઇ રૂ. ૧૦.૬૮ કરોડના વિકાસ કામો ખેંચી લાવ્‍યા

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં  રૂ.૮.૬૭ કરોડના ખર્ચે રંગોલી આવાસ યોજના પાસે ર૪.૦૦ મી. ટી.પી. રોડ પર માઇનોર બ્રીજ તથા ૧૮.૦૦ મી. ટી.પી. રોડ પર સ્‍લેબ કલવર્ટ બનાવવાનું કામ તેમજ રૂ.૨ કરોડના ખર્ચે ટી.પી.સ્‍કીમ નં.૧૦, ફાઇનલ પ્‍લોટ નં.૭૩(બી)માં પાર્ટી પ્‍લોટ બનાવવાનું કામ, આમ કુલ રૂ.૧૦.૬૮ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

આ કામ થવાથી આશરે ૧ લાખથી વધારે લોકોને ફાયદો થશે.  કામો મંજુર કરવા બદલ શાસક પક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા અને વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ.

(3:58 PM IST)