<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વોર્ડ નં. ૬ માં વરસાદી પાણી નિકાલ માટે પાઇપ લાઇન બીછાવાશે

નગર સેવકો ભાવેશભાઇ દેથરીયા, મંજુબેન કુંગશીયા તથા પરેશભાઇ પીપળીયાની રજુઆતથી લોકોની મુશ્‍કેલી ઘટશે

રાજકોટ તા. ૩૦: મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬માં રૂ.૨૮.૭૩ લાખના અનમોલ પાર્કથી ગોકુલ વિદ્યાલય સુધી વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઈ દેથરીયા, મંજુબેન કુંગશીયા અને પરેશભાઈ આર.પીપળીયા દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.(૭.ર૯)

(3:59 PM IST)