<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વોર્ડ નં. ૩ માં સેન્‍ટ્રલ મેડીકલ સ્‍ટોર વેકસીન સેન્‍ટર બનશેઃ ખર્ચ મંજુર

કોર્પોરેટરો નરેન્‍દ્રસિંહ જાડેજા, બાબુભાઇ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી તથા અલ્‍પાબેન દવેની રજુઆત ફળી

રાજકોટ : શહેરના વોર્ડ નં.૦૩માં  રૂ.૩.૨૫ કરોડના ખર્ચે સેન્‍ટ્રલ મેડિકલ સ્‍ટોર તથા વેકસીન સેન્‍ટર બનાવવાનું કામ,  રૂ.૨.૧૦ કરોડના ખર્ચે ૧૫૦ ફૂટ રીંગ રોડની ઉત્તર તથા પૂર્વ બાજુનાં ભાગમાં પાર્ટ - ૩ ડ્રેનેજ પાઇપ લાઇન, હાઉસ કનેકશન ચેમ્‍બર તથા રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ તેમજ રૂ.૧૪.૨૯ લાખના ખર્ચે ડિવાઇન સીટીમાં જનભાગીદારી અંતર્ગત ડ્રેનેજ પાઇપ લાઇન નાંખવાનું તથા હાઉસ કનેકશન ચેમ્‍બર બનાવવાનું કામ આમ કુલ રૂ.૫.૫૦ કરોડના કામો સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે

આ કામો મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્‍પાબેન દવે દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(4:02 PM IST)