તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
કોઠારીયામાં કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવતું તંત્રઃ મકાનો-ઢોરવાડા- કારખાનું તોડી પડાયા

રાજકોટ તા. ૩૦: રાજકોટ તાલુકાના કોઠારીયા વિસ્તારના રેવન્યુ સર્વે નંબર ૩૫૨ પૈંકીની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર મકાનો તથા પાકા છાપરાવાળા ઢોરવાળા તથા કારખાનાનું બાંધકામ હાલ ચાલુ હતુ આ અંગે ફરીયાદો આવતા સરકારી જમીન આશરે ૨૫૦૦ ચો.મી પર બનતા આશરે ૧૦જેટલા મકાનો તથા ૦૨ (બે) ઢોરવાળા તથા કારખાનાનું પાકું બાંધકામવાળું દબાણ દુર કરી સરકાર ની આશરે ૩ કરોડની જમીન ખુલ્લી કરાવેલ હતી.તાલુકા મામલતદાર તંત્ર તથા તેમના નાયબ મામલતદાર દ્વારા કાર્યવાહી કરાઇ હતી
(4:14 PM IST)










