તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરે ભાગવત કથાનો આજથી પ્રારંભ
શાષાી જનકભાઇ મહેતા જ્ઞાનગંગા વહાવશેઃ નૃસિંહ જન્મ, રામકૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ, કૃષ્ણ રૂક્ષમણી વિવાહ સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશેઃ પોપટ પરિવાર દ્વારા આયોજન

રાજકોટઃ અહિંના ૧૫૦ ફૂટ રીંગ રોડ સ્ટલીઁગ હોસ્પિટલની પાછળ ધરમનગરમાં આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થયો છે.
પૂ. શાષાીજી જનકભાઇ મહેતા(મોનં ૯૪૨૬૪૩૦૨૪૫) ના વ્યાસાસને અને તા.૩૦ તા.૫ ફેબ્રુઆરી સુધી આયોજીત આ ભગવત કથાનો સમય બપોરે ૩ થી ૭ રહેશે. કથા દરમ્યાન તા.૧ શનિવાર સાંજે ૭ વાગ્યે નૃસિંહ જન્મ, તા.૨ રવિવારે સાંજે ૬ વાગ્યે વામન રામ કૃષ્ણ જન્મ સાંજે ૭ વાગ્યે નંદ મહોત્સવ તા. ૩ સોમવારે ૭ વાગ્યે ગિરિરાજ ઉત્સવ રાજકોટ તા. ૪મંગળવારે સાંજે ૬ વાગ્યે કૃષ્ણ રૂક્ષમણી વિવાહ જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે. તા. ૫ બુધવારે બપોરે ૧૨ વાગ્યે કથાનો વિરામ થશે. પોપટ પરિવાર ઓયોજીત આ કથા શ્રવણનો લાભ લેવા કાર્યો છે.
તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે ધર્મેશ્વર મંદિરનાં સેવકો મોહનભાઇ ગઢવી, અવિ મકવાણા, આર.ડી.જાડેજા અને રવિ મકવાણા નજરે પડે છે
(4:14 PM IST)










