તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
તસ્કરો ફરી મેદાને આવ્યા: ,સંતોષીનગરમાં એક કલાક રેઢા પડેલા ઘરમાંથી ૩.૧૨ લાખની, કુવાડવા રોડના ગેરેજમાંથી ૧.૪૭ લાખની ચોરી: પ્ર. નગર, કુવાડવા પોલીસ દ્વારા તપાસ

રાજકોટ: તસ્કરોએ ફરી તરખાટ ચાલુ કર્યો છે. રેલનગર સંતોષીનગરમાં એક કલાક રેઢા પડેલા મકાનમાં હાથફેરો થઈ ગયો હતો.જાણવા મળ્યા મુકબ સંતોષીનગરમાં રેલ્વેના ટ્રેકની સામે રહેતાં હર્ષાબેન શૈલેષભાઈ પરેશા (ઉ.વ.૩૦)ના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂા. ૩. ૧૨ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી ગયાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે કુવાડવા રોડ પર ગેરેજમાં ચોરી થઈ હતી. અહીંથી તસ્કરોને ૧.૪૭ લાખની મત્તાનો લાભ થયો હતો.
હર્ષાબેને પોલીસને જણાવ્યું કે, તે આજે પરિવારજનો સાથે તેના જ વિસ્તારમાં રહેતાં પરિચીતના ઘરે લગ્ન હોવાર્થી મકાનને તાળુ મારી જમવા ગયા હતાં. જયાંથી પરત આવતા ઘરે આવતા કબાટની તીજોરીમાં રાખેલ સોનાનો ચેન, લકી, પેન્ડન્ટ સાથેનો ચેઈન, બુટી અને લકા, વીટી મળી કુલ રૂા. ૩.૧૨ લાખના સોનાના દાગીના જોવા નહીં મળતા ચોરી થયાની જાણ થતા ફરિયાદ નોધાવી હતી. તસ્કરો બપોરે એક થી બે કલાકની વચ્ચે માત્ર ૧ કલાકમાં દાગીના ચોરી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં કુવાડવા રોડ પર વેરાઈ મોટર્સ નામે ગેરેજ ચલાવતાં વિશાલ રમેશભાઈ માળી (ઉ.વ.૨૪)ના ગેરેજમાંથી તસ્કરો ઓફિસના તાળા અને ટેબલનું લોક ખોલી ૧.૧૧ લાખની રોકડ, કારની ૪ હેડ લાઈટ ઉપરાંત તેની બાજુમાં ખોડીયાર ટ્રક બોડી ગેરેજના ભરતભાઈ ચુનીલાલ ચુડાસમાના ગેરેજમાંથી પણ તસ્કરો સીસીટીવીના ૧૧ રાઉટર સહિત બને સ્થળેથી કુલ રૂા. ૧.૪૭ લાખની ચોરી કરી ગયાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આમ તસ્કરો બે સ્થળે કસબ અજમાવી ગયા હતાં.
(10:08 AM IST)










