<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

નવતર ઠગાઈનો કિસ્સો: ૧૦ કરોડની લોન અપાવી દેવાના બહાને મામલતદાર કચેરીના કર્મચારી સાથે ૨૧ લાખની ઠગાઈ: તાલુકા પોલીસે ૬ શખ્સો સામે ગુનો નોંધ્યો

રાજકોટ: છેતરપીંડીના સતત બની રહેલા બનાવો વચ્ચે નવતર કીમિયો સામે આવ્યો છે. જેમાં રાજકોટના યુવાનને ૧૦ કરોડની લોન અપાવી દેવાના નામે ૨૧ લાખનો ચુનો લગાવી દેવાયો છે .

જાણવા મળ્યા મુજબ દોઢસો ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક નજીક સુખસાગર સોસાયટીમાં રહેતા અને કોન્ટ્રાક્ટ હેઠળ ગોંડલ મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વિભાગમાં નોકરી કરતાં ચિરાગપરી સુરેશપરી પરિનામી (ઉ.વ. ૨૭) સાથે ૬ શખ્સોએ રૂા.૨૧ લાખની છેતરપીંડી કર્યોની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદ પરથી હિરેનપરી ઉર્ફે સન્ની

સુરેશપરી ગોસ્વામી (રહે. ભાવનગર), સુરજ પટેલ (રહે. અમદાવાદ), વાસુંદા અગ્રવાલ, સુબોધ શર્મા, સાંજીદા અગ્રવાલ અને શંકર ચક્રવર્તિ (રહે. બધા કોલકાતા) સામે ગુનો દાખલ કર્યો હતો. ચિરાગપરીએ પોલીસને જણાવ્યું કે આરોપી સુરજ અને હિરેનપરીએ તેની સાથે વોટ્સએપ અને કોલથી ધંધાકીય બાબતે વાત કરી વોટ્સએપમાં લીંક મારફતે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં તમામ આરોપીઓએ ૧૦ કરોડની લોન મંજુર કરાવી આપવાના બહાને તેની સાથે ૨૧.૦૫ લાખની છેતરપીંડી કરી હતી. તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

(10:09 AM IST)