News of Monday, 3rd February 2025
માર્ગો ઉપરથી અડચણ દુર કરવા સહિત ૧૧ મૂદે ભાવેશ આચાર્ય દ્વારા મ્યુ.કમિશ્નરને કરાયા સૂચનો

રાજકોટ તા. ૧: તાજેતરમાં રાજકોટ નિયુકત થયેલા મ્યુનીસીપલ કમિશ્નર શ્રી તુષાર સુમેરા રાજકોટ નિવાસી છે તેમનો ઉછેર, અભ્યાસ રાજકોટ ખાતે જ થયેલ હોવાનું જાણવા મળેલ છે. રાજકોટની ભૂગોળ, ખાસિયતોથી તેઓ સારી રીતે પરિચિત હોવાથી રાજકોટવાસીઓને તેમના તરફથી ખાસ અપેક્ષાઓ હોવાની સ્વાભાવિક છે. આ સંદર્ભે રાજકોટના નિવૃત બેંક કર્મચારી અને જાગૃત નાગરિક ભાવેશ આચાર્ય અને મ્યુ. કમિશ્નરને પત્ર લખી કેટલાક સૂચનો કર્યા છે.
તેઓએ જણાવ્યું છે કે શહેરમાં બંધ પડેલી એસટીડી પીસીઓ કેબીનો દૂર કરવા કાર્યવાહી કરવી જોઇએ.શહેરમાં હવા, અનાજ, અને વ્યવહારનું પ્રદુષણ ઓકતા છકડો રીક્ષા પર નિયંત્રણ લાદવું જોઇએ. રસ્તા વચ્ચે આવતા અને અડચણરૂપ આ થાંભલાઓ વોર્ડ વાઇસ સર્વે કરાવી દૂર કરવા ખૂબ જરૂરી છે.રૂડા બિલ્ડીંગ / ટ્રાફિક ઓફિસ અને જામનગર રોડને જોડાતા જંકશન રોડને તેમજ જામટાવર ચોકમાં કલેકટર બંગલો રોડથી હોસ્પિટલ ચોક તરફ જતા વણાંક પાસે રસ્તો પહોળો કરવો જરૂરી છે. સ્કૂલ-કોલેજની ૫૦૦ મીટરમાં પાન મસાલાની દુકાનો પરનો પ્રતિબંધને અમલ કડક કરવો જરૂરી છે. સાથે બેંક પોસ્ટઓફિસ જેવી કચેરીઓ પણ આવરી લેવી જોઇએ.
લોકોમાં વાંચન ભૂખ જાગે તે માટે ઠેર ઠેર અખબારો વાંચી શકાય તેવા અખબાર માટેના સ્ટેન્ડ મૂકવા, શેરીઓમાં પાર્ક થતી કાર માટે ચાર્જ લેવા વિચારવું જોઇએ.શહેરના દરેક રાજમાર્ગો ઉપર જાહેર ચોક પાસેસ્ત્રીનો અને બહેનો માટે અલગ અલગ યુરીનલ ઉભા કરવા જોઇએ.
ગૌરવ પથ કહેવાતા કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર પાસેનું ડીવાઇડર જનહિતાર્થે ખોલી નાખવા સહિતના મુદે ભાવેશ આચાર્ય (મો. ૯૪૨૭૨૧૪૭૭૨) એ મ્યુ. કમિશનરને ઉદેશીને સૂચનો કર્યા છે.
(10:29 AM IST)










