<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

હર્ષાબેનના ઘરમાંથી ભત્રીજી શિતલે જ પતિ મિલન સાથે મળી ૩.૧૨ લાખની ચોરી કરી'તીઃ પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્‍યો

તમામ મુદ્દામાલ કબ્‍જેઃ સંતોષીનગરની ઘટનામાં પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ આઇ. એ. બેલીમની ટીમની કામગીરીઃ ડી.વી. ખાંભલા, રિયાઝભાઇ, વનરાજભાઇ, તોૈફિકભાઇની બાતમી દિકરાની બિમારીનો ખર્ચ કાઢવા, આર્થિક ભીંસ દૂર કરવા ચોરી કર્યાનું રટણઃ હર્ષાબેન ઉછીનું તાળુ લઇ ગયા તેની બીજી ચાવીનો શિતલે ઉપયોગ કર્યો હતો

રાજકોટ તા. ૩: રેલનગર સંતોષીનગરમાં રેલ્‍વેના ટ્રેકની સામે રહેતાં હર્ષાબેન શૈલેષભાઈ પરેશા (ઉ.વ.૩૦)ના એકાદ કલાક રેઢા પડેલા બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો રૂા. ૩. ૧૨ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી ગયાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાનો ભેદ કલાકોમાં પ્ર.નગર પોલીસે ઉકેલી હર્ષાબેનની દુરની ભત્રીજી શિતલ મિલન જોટંગીયા (ઉ.વ.૨૫) તથા તેણીના પતિ મિલન ધીરેન્‍દ્રભાઇ જોટંગીયા (ઉ.વ.૨૫)ને પકડી લઇ સોનાનો હાર, લક્કી, ચેઇન, બુટી, વીંટી, ટુવ્‍હીલર સહિત ૩,૩૨,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આર્થિક ભીંસ અને દિકરાની બિમારીની સારવાર માટે નાણાની જરૂર હોઇ આ ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.

    હર્ષાબેને પોલીસને જણાવ્‍યું કે તે પરિવારજનો સાથે તેના જ વિસ્‍તારમાં રહેતાં પરિચીતના ઘરે લગ્ન હોવાર્થી મકાનને તાળુ મારી જમવા ગયા હતાં. જયાંથી પરત આવતા ઘરે આવતા કબાટની તીજોરીમાં રાખેલ દાગીના ગાયબ જણાયા હતાં. પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી દરમિયાન એએઅસાઇ ડી. વી. ખાંભલા, કોન્‍સ. રિયાઝભાઇ, નવરાજભાઇ, તોૈફિકભાઇએ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શંકાસ્‍પદ યુવક-યુવતિ ટુવ્‍હીલર પર નીકળતાં મળતાં ફરિયાદીને બતાવતાં તેણે દૂરની ભત્રીજી શિતલ અને તેનો પતિ મિલન હોવાનું ઓળખુ બતાવ્‍યુ઼ હતું. જેના આધારે બંનેને પકડી લઇ મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ આઇ. એ. ચાનીયા, એએસઆઇ ડી. વી. ખાંભલા, હેડકોન્‍સ. જયંતિભાઇ વાવડીયા, કોન્‍સ. મયુરરાજસિંહ જાડેજા, ચાંપરાજભાઇ ખવડ, તોૈફિકભાઇ મંધરા, વનરાજભાઇ બોરીચા, રિયાઝભાઇ ભીપોત્રા, ધર્મેશભાઇ મોણપરા અને કોન્‍સ. જેસલબેન મોરીએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલા દંપતિએ પુત્ર બિમાર હોઇ સારવારના ખર્ચ માટે પૈસાની જરૂર હોઇ આર્થિક ભીંસ પણ રહેતી હોઇ તેના કારણે ચોરી કરી હતી.

હર્ષાબેનને લગ્નમાં જવું પડોશમાં જ રહેતી શિતલની દાદીમા પાસે તાળુ માગતા શિતલ જ તાળુ આપવા ગઇ હતી. જેની ચાવી હર્ષાબેન સાથે લઇ ગયા હતાં. પણ શિતલે બીજી ચાવીનો ઉપયોગ કરી દાગીના ચોરી લીધા હતાં.

(1:35 PM IST)