<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ગુજરાતના અનેક વિસ્‍તારોમાં સવારથી વાદળો છવાયા કાલ રાત સુધી આવું વાતાવરણ રહેશેઃ હળવું માવઠું થશે

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસર વેધર એનાલીસ્‍ટ ગૌરવ રાણીંગાની આગાહીઃ ૮મીથી એક નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આવવાની શકયતા...

રાજકોટ તા. ૩: જાણીતા વેધર એનાલીસ્‍ટ શ્રી ગૌરવ રાણીંગાએ આજે જણાવ્‍યું હતું કે,  અગાઉ આપેલ અપડેટ મુજબનું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ હાલ ઉત્તર પાકિસ્‍તાન અને લાગુ ઉતર ભારતના વિસ્‍તારો ઉપરથી સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૫.૮ કિમીની ઊંચાઈએ પસાર થઈ રહ્યું છે.

આ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને લાગુ અપર એર સાયક્‍લોનિક સર્કયુલેશન દક્ષિણપૂર્વ રાજસ્‍થાન ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમીની ઊંચાઈએ જોવા મળી રહ્યું છે.

 આ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનો 700hpa અને 500hpa (૩.૧કિમી થી ૫.૮કિમી) ઊંચાઈનો ટ્રફ સિસ્‍ટમની દક્ષિણ દિશામાં અરબસાગર સુધી લંબાઈને પસાર થઈ રહ્યો છે જેને લઈને અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ગુજરાત ઉપરથી થઈને ઉતર ભારત તરફ જઈ રહ્યા છે.

 જેની અસરથી આજે વહેલી સવારથી ગુજરાતના ઘણા વિસ્‍તારોમાં હળવા વાદળો છવાવા સાથે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. આગામી ૩૬ કલાક એટલે કે ૪ ફેબ્રુઆરી રાત સુધી આવું વાતાવરણ રહે અને ગુજરાતમાં ખૂબ સીમિત વિસ્‍તારોમાં છાંટ છૂટ સાથે હળવું માવઠું થઈ શકે. અગાઉના અંદાજ કરતા માવઠાની તીવ્રતા ઓછી રહે તેવી સંભાવના છે. ઉતર પૂર્વ ગુજરાતના બોર્ડર વિસ્‍તારના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને મહીસાગર જિલ્લાઓ અને તેના આસપાસના વિસ્‍તારમાં અમુક સ્‍થળે હળવા ઝાપટાં છાંટ છૂટ સાથે છૂટું છવાયું માવઠું શકય. સૌરાષ્‍ટ્ર કચ્‍છ દક્ષિણ ગુજરાતમાં માવઠાની ખાસ મોટી શકયતાઓ નથી. આ વિસ્‍તારોમાં કયાંક કયાંક છાંટ છૂટ અને એકાદ સ્‍થળે હળવા ઝાપટાં સાથે માવઠું થઈ શકે.

૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી ઉત્તર-પヘમિ ભારતમાં વધુ એક નવું વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ આવવાની શકયતા છે. જેની હાલ ગુજરાત ઉપર મોટી અસર થાય તેવી શકયતાઓ નથી દેખાઇ રહી. વધુ ફેરફાર હશે તો આગળ અપડેટ આપવામાં આવશે. (વેધરઃ ગૌરવ રાણીંગા)

નોંધઃ તમામ માહિતી હાલના વેધર ચાર્ટના આધારે છે, જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્‍યાને લેવી.

(4:49 PM IST)