<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

રાજકોટ જીલ્લાની પાંચ પાલિકામાં ફોર્મની ચકાસણી ચાલુ કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસઃ બાદમાં પ્રતિકો ફાળવાશે

કાલે ચિત્ર સ્‍પષ્‍ટ થશેઃ પાંચ પાલીકાની કૂલ ૧૬૮ બેઠકોઃ ૪ર વોર્ડઃ ૩ર૪ મતદાન મથકો... પાંચ પાલીકામાં પ૭૧ ફોર્મ ભરાયાઃ તાલુકા પંચાયતની ૬ બેઠક માટે ૧૩ ફોર્મ આવ્‍યા...

રાજકોટ તા. ૩: રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં ભરાયેલ ફોર્મ અંગે ઉમેદવારોની હાજરીમાં ચકાસણી ચાલુ છે, અનેક સ્‍થળે બળવાના એંધાણો વચ્‍ચે રિર્ટનીંગ ઓફીસરો સમક્ષ અનેક વાંધા-વચકાઓ વચ્‍ચે ચકાસણી થઇ રહી છે.

રાજકોટ જીલ્લાની પાંચ પાલિકામાં જસદણમાં ૧ થી ૭ વોર્ડ અને ર૮ બેઠક, જેતપુર-નવાગઢ ૧ થી ૧૧ વોર્ડ-૪૪ બેઠક, ધોરાજી ૧ થી ૯ વોર્ડ-૩૬ બેઠક, ભાયાવદર ૧ થી ૬ વોર્ડ અને ર૪ બેઠક, ઉપલેટા ૧ થી ૯ વોર્ડ અને ૩૬ બેઠકોની ચૂંટણી થશે, કુલ ૧૬૮ બેઠકો, ૪ર વોર્ડ અને ૩ર૪ મતદાન મથકો ઉપર ૧૬ મીએ મતદાન થશે.

પાંચ પાલીકામાં શનિવારે છેલ્લા દિવસ સુધીમાં પ૭૧ ફોર્મ ભરાયા હતા, જયારે તાલુકા પંચાયતની કુલ ૬ બેઠકની ચૂંટણી થશે, જેમાં ગોંડલની સુલતાનપુર, ઉપલેટાની ડૂમીયાણી અને પાનેલી મોટી, જસદણની આંબરડી, જસદણની ભાડલા અને જેતપુરની પીઠડીયા તાલુકા પંચાયત બેઠક માટે મતદાન થશે.

તાલુકા પંચાયતની-૬ બેઠકમાં કુલ-૧૩ ફોર્મ ભરાયા છે, આ ફોર્મની પણ ચકાસણી ચાલી રહી છે.

ફોર્મ-ચકાસણી અંગેની કાર્યવાહી બપોરે ૩ વાગ્‍યે પૂર્ણ થયા બાદ કોના ફોર્મ માન્‍ય-રદ્દને જાહેર કરાશે, આ પછી કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, બાદમાં બપોરે ૩ પછી ચીત્ર સ્‍પષ્‍ટ થશે, અને ત્‍યારબાદ જે તે બેઠક-પાલીકાના R.O. દ્વારા ઉમેદવારોને પ્રતિકોની ફાળવણી થશે.

(2:51 PM IST)