<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

મિત્ર જેલમાં જતાં ઘંટેશ્વર ૨૫ વારીયાના રિક્ષાચાલક કરણે મિત્રની પત્‍નિને હવસખોરીનો શિકાર બનાવી

મહિલાની ત્રણ વર્ષની દિકરીને અડપલા કરતાં ડખ્‍ખો થયોઃ સમાધાનની વાત કરવાના બહાને હોટેલમાં લઇ જઇ દૂષ્‍કર્મઃ રોકડ-મોબાઇલ પણ પડાવ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩: શહેરમાં દૂષ્‍કર્મનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જામગર રોડ પર રહેતા રિક્ષાચાલકે કરિયાણાના દુકાનદાર સાથે મિત્રતા બાંધ્‍યા બાદ આ મિત્ર મારામારીના કેસમાં જેલમાં જતાં આ રિક્ષાચાલકે મિત્રની ગેરહાજરીમાં મિત્રની પત્‍નિ દૂકાને બેસતી હોઇ તેણીની દુકાને માલ સામાન પહોંચાડવાના બહાને સંબંધ કેળવી બાદમાં ફસાવીને તેની ત્રણ વર્ષની દિકરી સાથે અડપલા કરી પરિણીતાને સમાધાન કરવાના બહાને હોટેલમાં બોલાવી તેમજ બાદમાં ધમકી દઇ ઘરે આવીને બળાત્‍કાર ગુજારી લેતાં ગાંધીગ્રામ પોલીસે  ગુનો નોંધી હવસખોરને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર છવ્‍વીસ વર્ષની પરિણીતાની ફરિયાદ પરથી જામનગર રોડ પર પચ્‍ચીસ વારિયામાં રહેતાં  કરણ આદમભાઈ દલગીર નામના ૨૫ વર્ષના રિક્ષાચાલક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી સકંજામાં લીધો છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્‍યું છે કે નમારા પતિ દુકાન ચલાવતા હતાં ત્‍યારે આરોપી કરણ કરિયાણાનો સામાન લેવા મુકવા દૂકાને આવતો હોઇ મારા પતિ સાથે તેની ઓળખાણ થઇ હતી. એ દરમિયાન મારા પતિ વિરૂધ્‍ધ ગયા વર્ષે મારામારીનો કેસ નોંધાતાં તેને જેલમાં જવું પડયું હતું. પતિની ગેરહાજરીમાં દુકાને હું બેસતી હતી. આ વખતે કરણ દલગીર રિક્ષામાં માલસામાન લઇને આવતો જતો હોઇ મારી સાથે તેણે પરિચય કેળવ્‍યો હતો.  એ પછી ફોનમાં વાતચીત શરૂ થઇ હતી. એક દિવસ તેણે ઘરે આવીને મારા સંતાનોને મારી નાખવાની ધમકી આપી હતી અને મારી ત્રણ વર્ષની દિકરીને અડપલા કરી લીધા હતાં. આ કારણે તેની સાથે માથાકુટ થઇ હતી. બાદમાં તેણે સમાધાન કરવાના બહાને હોટેલમાંલઇ જઇ ધમકી દઇ બળાત્‍(ાર ગુજારી લીધો હતો. આ ઉપરાંત ઘરે આવીને પણ બળજબરી આચરી હતી. તેમજ મારી  પાસેથી રૂ.૩૦ હજારની રોકડ અને મોબાઇલ પડાવી લઇ મારકુટ પણ કરી હતી. ત્‍યારબાદ તે સતત બ્‍લેકમેઇલીંગ કરતો હતો. મારો પતિ જેલમાંથી બહાર આવતાં મેં તેને ઘટનાની વાત કરી હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એસ. આર. મેઘાણી, હંસરાજભાઇ ઝાપડીયા સહિતે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

(3:01 PM IST)