News of Monday, 3rd February 2025
શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ નિમીતે ૧૦ મીએ સમસ્ત લુહાર જ્ઞાતિજનો માટે મહાઆરતી-મહાપ્રસાદ-સન્માન સમારોહ
રાજકોટઃ શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ નિમીતે સમસ્ત લુહાર જ્ઞાતિજનો માટે મહાઆરતી, મહપ્રસાદ, સન્માન સમારોહના કાર્યક્રમ યોજાયા છે.

રાજકોટઃ શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ નિમીતે સમસ્ત લુહાર જ્ઞાતિજનો માટે મહાઆરતી, મહપ્રસાદ, સન્માન સમારોહના કાર્યક્રમ યોજાયા છે.
શ્રી લુહાર હિતેચ્છુ મંડળ-રાજકોટ દ્વારા તા. ૧૦ ના સોમવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી ૮૦ ફુટ રોડ ઉપર શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે આગેવાનોના હસ્તે મહાઆરતી થશે સમસ્ત લુહાર સમાજના આશરે દસેક હજાર ભાઇ-બહેનો મહાપ્રસાદનો લાભ લેશે. તો સાથોસાથ લુહાર જ્ઞાતિના અને આગેવાનોનું કરવામાં આવશે.
આ પ્રસંગે પૂ. બ્રાહ્મદેવજી મહારાજ તથા પૂ. બલંમબા દેવજી (ગુરૂ બ્રહ્મલીન જગત ગુરૂશંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ) શ્રી ગુરૂ દતમક, કુવાડવા, રાજકોટ આશીર્વચન આપશે.
કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર સહિતનાને આમંત્રીત કરાયા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ લુહાર હિતેચ્છુ મંડળના પ્રમુખ રાજુભાઇ સિધ્ધપુરા મો. ૯૦૮૧૮૮૮૪૯૦ મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળ-રાજકોટના પ્રમુખ નલીનભાઇ આસોડીયા મો. ૯૮રપ૩ ૧૩૦૩૩, કમલેશભાઇ સિધ્ધપુરા અને ભરતભાઇ પિત્રોડા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:05 PM IST)










