<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

દેશના અમૃતકાળનો રોડ મેપ કંડારતુ કેન્‍દ્રીય બજેટઃ ભુપતભાઇ બોદર

ગરિબો, મહિલાઓ, યુવા, ખેતીના વિકાસ પર ધ્‍યાન આપતા બજેટને આવકારતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ

રાજકોટ, તા. ૩: રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદરએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્રની ભાજપ સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ ર૦રપ-ર૬ માટે સર્વસ્‍પર્શી અને ર્સ્‍વવ્‍યાપી બજેટ આવકારતા જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રની ભાજપ શાસિત સરકારની લોકકલ્‍યાણકારી અને લોકહીતકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળી રહયો છે ત્‍યારે નાણાપ્રધાન આ બજેટથી દેશના અર્થતંત્રનો ઉજળો દેખાવ થશે અને આ બજેટથી દરેક વર્ગ માટે કંઇ ને કંઇ જાહેરાત કરવામાં આવી છે. ત્‍યારે ગરીબો, પીડીતો, શોષીતો, વંચીતો અને ખેડુતો માટે અનેકવિધ રાહતરૂપ બજેટમાં આત્‍મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપતા આ બજેટ ર૦૪૭ ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતુ બજેટ છે.

આમ અંતમાં ભૂપતભાઇ બોદરએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વવાળી કેન્‍દ્રની ભાજપ સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ કેન્‍દ્ર સરકારને સર્વસ્‍પર્શી અને સર્વવ્‍યાપી બજેટ આપવા બદલ અભિનંદન પાઠવેલ હતા.

(3:06 PM IST)