News of Monday, 3rd February 2025
બજેટથી દેશનું અર્થતંત્ર જેટ ગતિથી આગળ વધશે
કેન્દ્રીય બજેટને હર્ષભેર આવકારતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ : ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત ત્રીજી વખત નેતળત્વમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત આઠમી વખત આજે કેન્દ્ર સરકારનું નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રીય બજેટને હર્ષભેર આવકારતા રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા જણાવે છે કે, આ બજેટથી દેશના મધ્યમ અને ગરીબ પરિવારના લોકો, ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, બેરોજગારો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, નોકરીયાત વર્ગ, ડેરી અને પશુપાલન ક્ષેત્ર, પર્યટન ક્ષેત્ર વગેરે વર્ગોને મોટો ફાયદો થશે અને દેશનો સર્વાંગી અને સમતોલ વિકાસ થશે.
(3:18 PM IST)










