<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

નાનામૌવા પાસે રંગોલી પાર્કમાં યુવાનની કાર ચોરી કરનારા મિત્ર કમલેશ અને માનવ પકડાયા

ક્રાઇમ બ્રાન્‍ચના એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડની બાતમીઃ બંને શખ્‍સો કારની ડુપ્‍લીકેટ ચાવી બનાવી ઉઠાવી ગયા'તા

રાજકોટ, તા. ૩: નાના મૌવા રોડ પર આવેલા રંગોલી પાર્કમાં રહેતા યુવાનની આઇ-ર૦ કારની ચોરી કરનાર બે મિત્રો ક્રાઇમબ્રાંચે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના નાના મવા રોડ પર રંગોલી પાર્કમાં આઇ-ર૦ કારની ચોરી કરનારા બે શખ્‍સો રાજકોટમાં હોવાની ક્રઇમ બાંચના એ.એસ.આઇ. જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા અને હરસુખભાઇ અંબાડને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી કમલેશ કાનાભાઇ લોખીલ (ઉ.વ. ૩૩) (રહે. નહેરૂનગર શેરી નં. ૯, આહીર ચોક પાસે) અને માનવ વિજયભાઇ ચંદાવત (ઉ.વ. ૧૯) (રહે. દેવપરા) ને જીજે-૩ જેસી-પ૦૧ર નંબરની ચોરાઉ આઇ-ર૦ કાર સાથે પકડી લીધા હતા પોલીસે બન્નેની પુછપરછ કરતા બન્નેએ ગત તા. ર૮/૧ ના રોજ નાના મૌવા રોડ રંગોલી પાર્કમાંથી તેનાજ મિત્રની કારની ડુપ્‍લીકેટ ચાવી બનાવી કાર ઉઠાવી ગયા હોવાનું જણાવ્‍યું હતું. આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એલ.એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.એન. પરમાર તથા  એમ.કે. મોવલીયા, એ.એસ.આઇ. જલદિપસિંહ વાઘેલા, હિતેન્‍દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, હેડ કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(3:28 PM IST)