News of Monday, 3rd February 2025
રમેશભાઇ ટીલાળાના કાર્યાલયેથી આયુષ્યમાન કાર્ડની કામગીરી થશે

રાજકોટઃ ભારત સરકારની પીએમજય યોજના અંતર્ગત, દર વર્ષે દરેક નાગરિકને આરોગ્ય સવલત માટે રૂપિયા દસ લાખ સુધીની સહાય આપવાના આયુષ્યમાંન કાર્ડની કાર્યવાહી હવેથી દરરોજ ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળાના કાર્યાલય, ભકિતનગર સોસાયટી, માર્ગ નં.ર, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતેથી વિના મૂલ્યે કરી આપવામાં આવશે. ૭૦ વર્ષથી ઉપરની ઉમરવાળા સિનિયર સિટીજનોએ ફકત તેમનું આધાર કાર્ડ અને મોબાઇલ સાથે તથા ૭૦ વર્ષથી ઓછી ઉમરના નાગરિકોએ ૧ આધારકાર્ડ, ર રેશનકાર્ડ, ૩ મામલતદારશ્રીનો આવકનો દાખલો (૬૦ થી ૭૦ વર્ષના નાગરિકો માટે રૂ. છ લાખથી ઓછી અને ૬૦ વર્ષથી નીચેની વયવાળા નાગરિકો માટે રૂ. ચાર લાખથી ઓછી આવક હોવી જોઇએ) સાથે લાવવાનો રહેશે. ધારાસભ્યશ્રીના કાર્યાલયનો રજાના દિવસો સિવાય સવારે ૯-૩૦ કલાકથી બપોરના ૧ કલાક દરમ્યાન સંપર્ક ઉપરોકત દસ્તાવેજો સાથે સંપર્ક કરવા મા. ધારાસભ્યશ્રી રમેશભાઇ ટીલાળા તરફથી અપીલ કરાઇ છે.
(4:50 PM IST)










