<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

પાલીકા ચૂંટણી સંદર્ભે કલેકટર દ્વારા ૧૦ નાયબ મામલતદારો અને ૭ કલાર્કની તાકિદે બદલી

ઉપલેટા - જસદણ - ભાયાવદર - જેતપુર - ધોરાજીમાં ચાર્જ સંભાળી લેવા આદેશો

રાજકોટ, તા.૩: રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલીકાઓ તથા ૪ તાલુકાની જી-તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે કલેકટર દ્વારા આજે ૧૦ નાયબ મામલતદારો અને ૭ કારકૂનોની તાકિદની અસરથી ચૂંટણીસંર્દભે બદલીના આદેશો કરી ૨૪ કલાકમાં ચાર્જ (સંભાળી લેવા આદેશો કર્યા છે).

કલેકટર દ્વારા જે ૧૦ નાયબ મામલતદારના ઓર્ડરો કરવામાં તેમાં હર્ષાબા ઝાલાને જામકંડોરણા, જલ્‍પા બાલધાને ઉપલેટા, ગુંજા કનેરીયાને પૂરવઠામાંથી જમીન સંપાદન, ઉપરાંત ચૂંટણી માટે સર્વશ્રી યોગીરાજસિંહ ગોહિલને (કલેકટર કચેરીમાં) યોગેશ મૂળીયાને જેતપુર, શુભમ ચાવડાને જેતપુર, વિરસિંહ સોલંકીને ધોરાજી, ધવલ પરમાર ઉપલેટા, નૈમિષ સોમૈયા ભાયાવદર, ભગીરથ રાદડીયાને જસદણ પાલીકાની ચૂંટણીઓમાં મૂકવામાં આવ્‍યા છે. જ્‍યારે ૭ કારકૂનોમાં સર્વશ્રી જયદીપ જાગાણી, જીજ્ઞેસ બારૈયા, ખુશ્‍બુ હિરપરા, મિનલ પરમાર, ધમેન્‍દ્રસિંહ ચુડાસમા, મુકેસ કણઝારીયા, સાગર ડાભીનો સમાવેશ થાય છે.

(3:56 PM IST)