News of Monday, 3rd February 2025
૧૨ લાખ સુધીની આવકને કરમુક્ત કરનારૂં પ્રજા કલ્યાણકારી
બજેટ ન ભૂતો ન ભવિષ્યતિ જેવુઃ રાજુભાઈ ધ્રુવ -આત્મ નિર્ભર ભારતને વિકસિત ભારત-૨૦૪૭ તરફ લઇ જવાના પ્રજા વત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ રાષ્ટ્ર વિકાસ ની વણથંભી યાત્રા આગળ વધારનાર બજેટ - રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ દેશના વિઝનરી દીર્ઘદ્રષ્ટા-દુરંદેશી ધરાવતા પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં ફરી એક વખત સફળ થઇ છે તેમ જણાવતા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને આવકારતાંકહ્યું છે કે, આ બજેટ દેશનો સર્વાંગી વિકાસ કરનારૂં, ૨૦૪૭નાં વિકસિત ભારતની ઝલક દર્શાવતું અને ખાસ કરીને મધ્યમ વર્ગની અપેક્ષાઓ સંતોષતુ બજેટ છે. આ પહેલા આટલુ પીપલ્સ ફ્રેન્ડલી અને ઐતિહાસિક બજેટ કયારેય આવ્યું નથી. તેમણે મધ્યમ વર્ગને અકલ્પનીય લાભ આપનારું બજેટ આપવા બદલ કેન્દ્રની ભાજપ સરકારને ખૂબ ખૂબ અભિનંદન પણ આપ્યા છે.
આ બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમળદ્ધ, વિકસિત અને મજબૂત ભારતના વિઝનનું ઙ્કતીક છે. જે એક નાણાકીય જાદુથી ઓછું નથી, જેમાં તમામ વર્ગોની આશાઓ અને આકાંક્ષાઓનો સમાવેશ થાય છે. આ બજેટ ત્રણ મુખ્ય સ્તંભો પર ઉભું છે પ્રથમ, તે મધ્યમ વર્ગની આવકમાં વધારો કરશે બીજું, તે ૨૦૨૫-૨૦૨૬ માટે રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખશેઅને ત્રીજું, તે માળખાગત વિકાસને વેગ આપશે પ્રથમ, તે મધ્યમ વર્ગની આવકમાં વધારો કરશે, તેમજ ખર્ચ અને બચતમાં વધારો કરશે. બીજું, તે ૨૦૨૫-૨૦૨૬ માટે રાજકોષીય ખાધને ૪.૪્રુ પર નિયંત્રણમાં રાખશે, નાણાકીય સ્થિરતા સુનિヘતિ કરશે. ત્રીજું, તે માળખાગત વિકાસને વેગ આપે છે, જે લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી છે. આ ત્રણ પાસાઓ ઔદ્યોગિક વિકાસને મજબૂત કરવા અને બજાર ભાગીદારી વધારવા માટે સાથે મળીને કામ કરે છે, સ્થિર અને સમાવિષ્ટ ઙ્કગતિ માટે એક દ્રષ્ટિકોણ બનાવે છે.
૧૨ લાખ રૂપિયા સુધી આવકને આવકવેરામાંથી મુક્તિ આપવા ઉપરાંત રસ્તા, એરપોર્ટ, રેલ્વે, ઇન્ટરનેટ, કળષિ વગેરે જેવા મૂળભૂત માળખાકીય પ્રોજેક્ટ્સ પર ખર્ચ વધારીને અર્થતંત્રને વેગ આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને રાહત આપીને કળષિમાં મોટા રોકાણનો પ્રસ્તાવ કર્યો છે, દેશની આર્થિક સ્થિતિમાં સુધારો, નાના અને મધ્યમ ઉદ્યોગોને નાણાકીય સહાય વધારી છે, માત્ર જીડીપી વળદ્ધિને વેગ આપવો જ નહીં, પરંતુ નાના શહેરોમાં યુવાનો માટે ઘણી બધી નોકરીઓનું સર્જન કરવું, માધ્યમિક શાળાઓને બ્રોડબેન્ડ સુવિધાઓ સાથે જોડી તેમને વિશ્વના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સુંદર પ્રયાસ છે.
બજેટમાં આ નાના ઉદ્યોગોને ૩ કરોડ, ૫ કરોડ અને ૧૦ કરોડની સહાય આપવામાં આવી છે. ત્યારે આ સહાયથી નાના ઉદ્યોગોને મોટું બુસ્ટિંગ મળશે. જેથી આ બજેટથી પ્લ્પ્ચ્ સેક્ટરને ખુબ જ મોટો ફાયદો થયો છે.‘‘ભારત દ્વારા નિકાસ કરનારા સામાનમાં લગભગ ૫૦% સામાન નાના ઉદ્યોગો દ્વારા જ ઉત્પાદિત કરવામાં આવે છે. ભારત સરકાર ઈચ્છે છે કે દેશમાં વધુમાં વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ થાય જેના કારણે વધુમાં વધુ લોકોને રોજગારી મળી રહે. ભારતમાં લગભગ ૪૫%્રુ રોજગારી નાના ઉદ્યોગોના કારણે જ મળે છે. તેથી સરકાર આ સેક્ટર પર ખાસ ફોકસ કરી રહી છે.
રાજુભાઈ ધ્રુવે અંતમાં કહ્યું છે કે, આ બજેટ ૧૪૦ કરોડ લોકોની આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરનારું બજેટ છે અને આવું બજેટ રજુ કરવા બદલ વડાપપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી-ભાજપ ના નેતળત્વ વાળી સરકાર અભિનંદનની અધિકારી છે.નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને શુભેચ્છાઓ સાથે અભિનંદન આપી આભાર માન્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.
(3:57 PM IST)










