News of Monday, 3rd February 2025
મનપાના બજેટમાં અચાનક ઢોર ડબ્બાની જોગવાઇ સામે સવાલઃ કોંગ્રેસ
માલધારી સમાજને સરકારી વસાહત ફાળવવા સહિતના મુદે કોર્પોરેટ કોમલબેન ભારાઇની રજુઆત

રાજકોટ, તા. ૩: હાલમાં જયારે કોર્પોરેશન દ્વારા ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં બે નવા ઢોર ડબ્બા સુચન અને ત્રણ એનિમલ હોસ્ટેલનું સુચન કરવામાં આવ્યું છે ત્યારે લાખોના ખર્ચે નવા ઢોર ડબા બનાવવાનું શુ મતલબ કે શહેરની અંદર હવે ઢોર રહયા નથી માલધારીઓને શહેરની બાર ખસેડી દેવામાં આવ્યા હોય ત્યારે ઢોર ડબાનું કોઇ મતલબ રહેતો નથી. તેમ વોર્ડ નં. ૧પના કોંગી કોર્પોરેટર કોમલબેન ભારાઇએ સવાલો ઉઠાવ્યા છે. આ કોમલબેનએ જણાવ્યું હતું. ઢોરને બદલે આપના બજેટની અંદર માલધારી વસાહત ની જોગવાઇ કરવી ભુતકાળની વાત કરીએ તો કોર્પોરેશનની અંદર ર૦૦પ થી ૧પ સુધી માલધારી વસાહતની બજેટની અંદર જોગવાઇઓ થતી આવી છે તો અચાનક ઢોર ડબ્બાની જોગાવાઇ કેમ એક મોટો પ્રશ્ન છે પરંતુ એનિમલ હોસ્ટેલ કાયમી નથી. સરકારમાં બજેટના માધ્યમથી આપ ગ્રાન્ટની માંગણી કરો અને માલધારીને જમીન ફાળવો માલધારી સમાજ પણ ૧૦૦ વારથી પ૦૦ વારના સરકારી પ્લોટના ૯૯ વર્ષના પણ ટોકનદરે જગ્યા લેવા માટે સહમત હોય તો જેમ બીજા સમાજને સરકાર વસાહત ફાળવી શકતી હોય તો માલધારી સમાજને કેમ નહી.
(4:50 PM IST)










