News of Monday, 3rd February 2025
મવડીમાં અતિ રાહતદરના સત્વ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીનો બુધવારથી મંગલારંભ

રાજકોટ તા. ૩ : મવડી વિસ્તારના લોકોને રાહત દરે લેબોરેટરી તથા મેડિકલ સ્ટોરની સુવિધાઓ મળી રહે તે માટે સત્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.
‘અકિલા' ખાતે આ નવા સાહસની વિગતો વર્ણવતા મોહીતભાઇ કથીરીયા અને અભિષેકભાઇ વેકરીયાએ જણાવ્યુ હતુ કે સત્વ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘સત્વ મેડિકલ સ્ટોર' અને ‘સત્વ લેબોરેટરી'નો શુભારંભ તા.૫ ના બુધવારે, સવારે ૮ વાગ્યાથી આલાપ મેઈન રોડ, રીઅલ પ્રાઈમના ગેટની સામેના રોડ , બાપાસીતારામ ચોક, મવડી ખાતે કરવામાં આવશે. મેડિકલ સ્ટોરમાં આયુર્વેદિક દવાઓ, કોસ્મેટિક આઈટમો, જેનરિક દવાઓ, એલોપથી દવાઓ અતિ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થશે. સાથે સત્વ લેબોરેટરીમાં પણ દરેક પ્રકારના રિપોર્ટ રાહત દરે કરવામાં આવશે. જેમાં ડાયાબિટીસ રિપોર્ટ માત્ર ૨૦ રૂપિયામાં, લોહીનો રિપોર્ટ માત્ર ઈં ૮૦ રૂપિયામાં પેશાબનો રિપોર્ટ માત્ર ૮૦ રૂપિયામાં, થાઈરોઈડ રિપોર્ટ માત્ર ૧૨૦ રૂપિયામાં કરવામાં આવશે.
આ નવા સાહસ માટે જયેશભાઈ કથીરિયા, મોહિતભાઈ કથીરિયા, હાર્દિકભાઈ સોરઠીયા, અભિષેકભાઈ વેકરીયા, પાર્થભાઈ રાદડિયા , જેનિલભાઈ સીદપરા, શ્યામભાઈ વીસપરા વ્યક્તિઓનો સહકાર પણ મળ્યો છે. અનેક શુભેચ્છકોના માધ્યમથી નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટ જિ. પં. પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ગોંડલથી ગણેશભાઈ જાડેજા, અનેક સંતો અને અનેક સામાજિક સંસ્થાના અગ્રણી ઉપસ્થિત રહેશે. મ્યું. કમિશનરશ્રી તુષાર સુમેરાં વિશેષ ઉપસ્થિતિ રહેશે. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોંઘરા એડવોકેટ દિલીપભાઈ પટેલ સાથે સુરેશભાઈ ફળદુ અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, ખોડલધામના તમામ ટ્રસ્ટીઓ, મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિતિ રહેશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સત્વ ચેરીટેબલ ટ્રસ્ટના મોહીતભાઇ કથીરિયા અને અભિષેકભાઇ વેકરીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:08 PM IST)










