<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ગોવિંદ પાર્ક સોસાયટી સુધી સીટી બસ દોડાવોઃ રજુઆત

બસ સ્‍ટોપ બનાવવા વિસ્‍તારવાસીઓએ લેખિત પત્ર પાઠવી માંગ કરી

રાજકોટ તા. ૩: શહેરના નાનામવા રોડ પર આવેલ ગોવિંદપાર્ક સોસાયટી શેરી નં. ૧ પાસે બસસ્‍ટોપ બનાવવા વિસ્‍તારવાસીઓ દ્વારા રાજકોટ રાજપથલી ના જનરલ મેનેજરને પત્રલખી રજુઆત કરી હતી.

આ અંગે પાઠવેલ પત્રમાં જણાવ્‍યુ હતું કે ગોવિંદપાર્કની આજુબાજુમાં તિરૂપતિ સોસાયટી, આલયપાર્ક સિલ્‍વરગોલ્‍ડરેસિ, સુપ્રસિધ્‍ધ- જગ્નાથજી ભગવાન મંદિર આવેલ છે આ બધી સોસાયટીમાઓ અને અનેક મોટા ફલેટ હોવા છતા આ વિસ્‍તાર સિટી બસથી વંચિત છે.

પેલા બધી બસ આ રૂટ પર ચાલતી હતી તો હવે આ રૂટ પર બસ સેવા કેમ નહી? આ આગળના રૂટ પર બસ નંબર- ૨૫, ૨૮, ૪૨ ચાલે છે અહિયાના લોકો અને વડીલોને બસમાં જવું હોય તો  ૧ કીમી આગળ જાય ત્‍યાર બાદ બસની સેવા મળે છે.  ત્‍યારે તાત્‍કાલિક બસ સેવા ચાલુ કરવા માંગ કરી છે. તેમ સોસાયટીના પ્રમુખ વિમલભાઇ જીવાણીની યાદીમાં જણાવાયુ છે

(4:49 PM IST)