News of Monday, 3rd February 2025
ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ૨ હજાર કેસ
મચ્છરોએ માથું ઉંચક્યુઃ ડેન્ગ્યુના ર દર્દી નોંધાયા આરોગ્ય શાખા દ્વારા ૬૮૮ ઘરોમાં ફોગીંગનો દાવોઃ મચ્છર ઉત્પતી સબબ ૪૬૫ ને નોટીસ

રાજકોટ તા.૨૦: શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુના ૨ તથા જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૨૦૦૦ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૭ જાન્યુઆરી થી તા.ર ફેબ્રુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના ૨ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યના બે કેસ નોંધાયો છે. જયારે ુચિકનગુનીયા,મેલેરીયા નોંધાયો નથી. સીઝનનાં મેલેરીયા અને ડેન્ગ્ય ુ અને ચિકનગુનિયાના એક બે કેસ આવતા ફફડાટ વ્યાપી ગયો છે.
શરદી-તાવના ૨ હજારથી
વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦૩૨ તેમજ સામાન્ય તાવના ૮૮૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૫૧ કુલ ૨૦૨૫ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૭૯૪ તેમજ સામાન્ય તાવના ૩૮૫૨ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૭૪૬ તથા ટાઇફોડનો ૧૧ તેમજ કમળા, મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ
૪૪૫ને નોટીસ
(4:49 PM IST)










