News of Monday, 3rd February 2025
વોર્ડ નં. ૧રની વિવિધ વિસ્તારમાં પાણી પ્રશ્ન ભુતકાળ થશેઃ બોર બનાવાશે
ર૭ સોસાયટીના કોમન પ્લોટમાં ર.ર૮ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ કોર્પોરેટરોના પ્રયાસો સફળ

રાજકોટ તા. ૩ :.. વોર્ડ નં.૧૨ પૂર્વ મેયર અને કોર્પોરેટર ડો.પ્રદીપ ડવ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠિયા, મિત્તલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડિયાની કોર્પોરેટેરની જનભાગીદારી ગ્રાન્ટમાંથી વોર્ડ નં.૧૨ ની ૨૭ સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક લગાડવાનું ર૦ર.ર૮ કરોડના ખર્ચના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ વિસ્તારના પ્લોટમાં વોટર રિચાર્જ બોર પણ કરાશે.
જેમાં. સુખસાગર સોસાયટી, કૈલાશ પાર્ક, રૂપ રેસિડેન્સી, અંજલિ સોસાયટી
૫. અલય વાટિકા, નંદનવન સોસાયટી ૨, મધુવન સોસાયટી, કર્મચારી સોસાયટી, શિવ વાટિકા, તિરૂપતિ પાર્ક સોસાયટી, શિવ દ્રસ્ટી સોસાયટી, ગેલ આઈ પાર્ક, શિવધારા સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, શ્યામ પાર્ક, શ્રીનાથજી પાર્ક, જય ગુરુદેવ પાર્ક, ધનરાજ પાર્ક, શનેશ્વર સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, આશ્રય ગ્રીન ફલેટ,સમળદ્ધિ પાર્ક, રાધિકા પાર્ક, પ્રેમવતી પાર્ક, શ્રીજી સોસાયટી, પુનિતનગર સોસાયટી શેરી નં. ૨/૩/૮ સાઈડ બ્લોક તથા મીત હાઇટસ રોડ પરના બ્લોક સહિતના નાખવાના કામોના ખાત મહુર્ત કરવામાં આવેલ તેમજ આ પ્લોટોમાં આગામી સમયમાં પાણીના તળની ચિંતા ને ધ્યાને લઈ દરેક કોમન પ્લોટમાં વોટર રિચાર્જ કરવામાં આવશે.
આ ખાત મુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠિયા, મિત્તલબેન લાઠીયા, મૌલિકભાઈ દેલવાડિયા,ચેતનભાઈ લાઠીયા,નરશીભાઈ કાકડિયા, કિશન ટીલવા, જયેશભાઈ પંડયા, ધીરજભાઈ મૂંગરા, યોગેન્દ્રસિંહ જાડેજા મનસુખભાઇ વેકેરિયા, દશરથસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, પ્રતાપભાઈ વ્યાસ, હેમેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઈ રાદડિયા, ચેતનભાઈ હિરપરા, ગીતાબેન શિશાંગીયા, મહેશ અવાડીયા, દિલીપ કોટડીયા,કિશોરભાઇ પરમાર, સતીશ ટોળિયા, વિરલ રાઠોડ, પ્રકાશ ગોંડલીયા,મિલન હિરપરા, જય રાઠોડ, અલ્પાબેન જાદવ, કનકબા ડાભી, રશ્મિબેન પટેલ, મનીષાબેન વેકરીયા, શોભના બેન અકબરી, મહેશ ભરડવા, રાજભા જાડેજા, જતિનભાઈ ગોહેલ, વિપુલ ગોસ્વામી, જિગ્નેશભાઈ લાઠીયા, ચેતન પીપળીયા, મૌલિક પટોડીયા, મિતુલ રૈયાણી સહિતના કાર્યકર્તા તેમજ સ્થાનિક આગેવાની તેમજ સ્થાનિક રહેવાશીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.
(4:26 PM IST)










