<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

મધ્‍યવર્ગી કરદાતા માટે આવકારદાયક બજેટઃ પોપટ

 

રાજકોટ તા.૩: નાણામંત્રીશ્રીએ આ વર્ષે આવકવેરાની મયાર્દામાં અને આવકવેરાનાં સ્‍લેબમાં ફેરફાર કરેલ છે. મધ્‍યમવર્ગી કર ભરનાર માટે નવી કર વ્‍યવસ્‍થામાં રૂપીયા બાર લાખ સુધી કરમુકિત આપવામાં આવેલી છે. જેનાથી લાખો મધ્‍યમવર્ગી કર ભરનારને લાભ થશે. પગારદાર વર્ગને પણ રાજી રાખવા પ્રયત્‍ન કરેલ છે. એકંદરે આવકારદાયક બજેટ કહી શકાય તેમ વિશ્‍લેષણ કરતા એડવોકેટ અશ્‍વિન જે. પોપટે એક યાદીમાં જણાવેલ છે.

(4:28 PM IST)