<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

સોપાન હિલ સોસાયટીના લોકોએ ઘર આંગણે માણ્‍યો કુંભસ્‍નાનનો લ્‍હાવો

 

રાજકોટ : પ્રયાગરાજ ખાતે મહાકુંભ સ્‍નાન માટે સૌ ઉત્‍સાહીત થયા છે. ત્‍યારે રૈયા રોડ પાસે આવેલ સોપાન હિલ સોસાયટીની ઉત્‍સવ સમિતિ દ્વારા વસંતપંચમીએ ઘર આંગણે લોકોને મહાકુંભના શાહી સ્‍નાનનો લાભ મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. પ્રયાગરાજ સંગમઘાટથી જલ મંગાવી વિધિવત આરતી કરી આ જલને સ્‍વીમીંગ પૂલમાં પધરાવાયુ હતુ. બાદમાં સોસાયટીના સભ્‍યોએ તેમાં સ્‍નાનનો અવસર માણ્‍યો હતો. આમ ઘરઆંગણે સૌને કુંભસ્‍નાનનો લ્‍હાવો મળેલ. આ માટે ઉત્‍સવ સમિતિના ઉમેશભાઇ ઠાકર, શશીકાંતભાઇ વાયા, ગીરીશભાઇ કણોજીયા, કાર્તિકભાઇ દેત્રોજા, પ્રશાંતભાઇ માખેચા, અમરભાઇ પટેલ, મનહરભાઇ પટેલ, નિકુંજભાઇ વિઠલાણી, મયુરભાઇ સોની, ધ્રુવભાઇ દોશી, ભાર્ગવભાઇ દવે, દીપેનભાઇ લોટીયા, ખંજનભાઇ વગરેએ જહેમત ઉઠવી હતી.

(4:30 PM IST)