<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કૂલને શ્રેષ્‍ઠ શાળા તરીકે પસંદગી

 

રાજકોટઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જીલ્લા અને રાજય કક્ષાએ શ્રેષ્‍ઠ શાળાની પસંદગી કરી તેને પ્રોત્‍સાહન રૂપે માતબર ઇનામ આપવામાં આવે છે ત્‍યારે આ વર્ષે રાજકોટ જીલ્લામાં શ્રેષ્‍ઠ શાળા તરીકે વિવિધ માપદંડોને આધારે શ્રીમતિ સરોજિની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કૂલની પ્રથમ ક્રમાંકે પસંદગી કરવામાં આવી છે, રાજકોટ શહેરમાં સરકારી અને ગ્રાન્‍ટેડ હાઇસ્‍કૂલમાંથી આ પસંદગી કરવામાં આવતી હોય છે. શ્રેષ્‍ઠ શાળા તરીકે પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલી શ્રીમતિ સરોજિની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કૂલનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ શાળાનાં આચાર્ય ડો. સોનલ ફળદુનાં નેતૃત્‍વમાં શાળાની હરણફાળ પ્રગતિ થયેલ છે. જીલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારે શાળાનાં આચાર્ય અને શાળાના તમામ શિક્ષક મિત્રોની હાજરીમાં ડિઇઓ કચેરી ખાતે એક લાખનો ચેક શાળાને અર્પણ કર્યો હતો. 

(4:32 PM IST)