<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

હાર્ટએટેકથી ત્રણના મોત

વેલનાથપરા, ગાંધીગ્રામ અને શાપર-વેરાવળમાં બનાવ

રાજકોટ તા.૩: શહેરના વેલનાથપરા, ગાંધીગ્રામ અને શાપર-વેરાવળમાં હાર્ટએટેકથી ત્રણના મોત નીપજયા છે.

મળતી વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાછળ વેલનાથપરામાં રહેતા શૈલેષભાઈ રામજીભાઈ બારૈયા ઉંમર વર્ષ ૩૫ નામનો યુવાન ગત રાત્રે પોતાના કરે સુતા બાદ સવારે ઉઠતો ન હોવાથી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જ્‍યાં ફરજ પરના તબિબોએ તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું પ્રાથમિક તપાસમાં મળતક યુવાન કલર કામ કરતો હોવાનું અને હાર્ટ એટેક આવી જતા મોત થયાનું જાણવા મળ્‍યું છે. આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. જયારે બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્‍તારમાં આવેલા ગાંધીનગર શેરી નં.૭માં રહેતા બરકત ભાઈ કાસમભાઈ દોભાણી ઉ. વ.૫૫ નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્‍યારે બાથરૂમમાં અચાનક બેભાન થઇ ઢળી પડતાં તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. જ્‍યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં મળતક બે ભાઈ એક બહેનમાં વચેટ અને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્‍યું છે. હાર્ટ એટેક આવી જતા મોત થયાનું જાણવા મળ્‍યું છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. જયારે ત્રીજા બનાવમાં મૂળ ઓરિસ્‍સાના વતની અને વર્ષોથી શાપર વરાવળમાં રહેતા અને જયદીપ ઓક્‍સિજન કંપનીમાં નોકરી કરતા રવીન્‍દ્ર ભાઈ ગિરધારી ભાઈ બહેરા ઉ. વ.૫૪ નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્‍યારે હાર્ટ એટેક આવી જતા તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. જ્‍યાં તેમનું મોત નિપજ્‍યું હતું. આ અંગે શાપર પોલીસે તપાસ હાથધરી છે.

(4:33 PM IST)