<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

રાજકોટ શહેર- જિલ્લામાં છેલ્લા 72 કલાકમાં 7 લોકોના હાર્ટ એટેક્થી મોત

કોઠારિયા, ગાંધીગ્રામ, શાપર વેરાવળ, વેલનાથપરા સહિતના વિસ્તારમાં હ્રદયહુમલાથી લોકોના મૃત્યુ થયા

અમદાવાદ : રાજયમાં નાની વાયના લોકોથી લઈને આધેઢ વયના લોકો સુધીના તમામ હાર્ટ એટેક્નો શિકાર થઈ રહ્યા છે. તેવી જ ચિંતાજનક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જેમાં છેલ્લા 72 કલાકમાં 7 લોકોના હાર્ટ એટેક્નોથી મોત થયા હતા. 

રાજકોટ શહેર અને જિલ્લામાંથી છેલ્લા 72 કલાકમાં 6 પુરુષ અને 1 મહિલા પૈકી 7 લોકોના  હાર્ટ એટેક્નોને કારણે મૃત્યુ નિપજ્યાં હતા. જેમાં કોઠારિયા, ગાંધીગ્રામ, શાપર વેરાવળ, વેલનાથપરા સહિતના વિસ્તારમાં હ્રદયહુમલાથી લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં મોટાભાગે 50થી 60 વર્ષીય લોકોનો સમાવેશ થાય છે.

હાર્ટ એટેક્નોથી મૃત્ય પામેલા મૃતકોના નામ:

  1. બિપીનભાઈ સિદ્ધપુરા - ઉંમર વર્ષ 52
  2. રિદ્ધિબેન ગંગલાણી - ઉંમર વર્ષ 51
  3. નારાયણભાઈ ઠુમ્મર - ઉંમર વર્ષ 53
  4. હરુભાઈ ભૂરીયા - ઉંમર વર્ષ 55 
  5. શૈલેષભાઈ બારૈયા - ઉંમર વર્ષ 35
  6. બરકતભાઈ દોભાણી - ઉંમર વર્ષ 56
  7. રવીન્દ્રભાઇ બહેરા - ઉંમર વર્ષ 54

(1:20 PM IST)