News of Tuesday, 4th February 2025
જાન્યુઆરીમાં ૧૩૭૮ર દસ્તાવેજઃ સરકારને રાજકોટ જીલ્લામાંથી ફી અને સ્ટેમ્પ ડયુટીની ૭પ કરોડની આવક
જો કે ડીસેમ્બર કરતા ૭૦ દસ્તાવેજ ઓછા થયાઃ સૌથી વધુ મોરબી રોડ ઉપર ૧૬૬૬ દસ્તાવેજો

રાજકોટ તા. ૪: નવી જંત્રી અમલમાં આવે તે પહેલા રાજકોટ શહેર-જીલ્લામાં જમીન-મકાન-પ્લોટ-ફલેટની ખરીદી-વેચાણમાં તેજી યથાવત રહી છે, જો કે ડીસેમ્બર કરતા જાન્યુઆરી-ર૦રપમાં ૭૦૦ દસ્તાવેજ ઓછા થયા અને સરકારને પણ ૧૪ કરોડની આવક ઘટી છે.
પરંતુ આમ છતાં સબ રજીસ્ટ્રાર અધીકારીઓ સૂત્રોના કહેવા મુજબ જમીન-પ્લોટ-મકાન-ફલેટની ખરીદી-વેચાણમાં તેજી યથાવત રહી હોવાનું કહી શકાય.
રાજકોટના ૮ સહિત જીલ્લાના કુલ ૧૮ ઝોનમાં જાન્યુઆરીમાં કૂલ ૧૩૭૮ર દસ્તાવેજો થયા છે, જેમાં સૌથી વધુ મોરબી રોડ વિસ્તારમાં ૧૬૬૬ તો સૌથી ઓછા વિંછીયા ક્ષેત્રમાં ૯૯ દસ્તાવેજો નોંધાયા છે.
સરકારને ટોટલ ફી ૧૦ કરોડ ૮૦ લાખ અને વપરાયેલ સ્ટેમ્પ ડયુટી ૬૪ લાખ સહિત કુલ આવક જાન્યુઆરી મહિનામાં ૭પ કરોડ જેવી થઇ છે.
અઢાર ઝોનમાં જાન્યુઆરીમાં નોંધાયેલ દસ્તાવેજોની વિગતો જોઇએ તો, ઉપલેટા-૪૧૭, ગોંડલ-૧ર૯૮, જેતપુર-૭પ૭, રાજકોટ-૪-રૈયા-૧ર૩ર, ધોરાજી-૩૭પ, રાજકોટ-૩-રતનપર-૮૬૩, રાજકોટ-૧-૮૪૯, રાજકોટ-૭-કોઠારીયા-૧૦૧૬, કોટડા સાંગાણી-પ૦૮, રાજકોટ-પ-મવા-૭૯૮, લોધીકા-૧૦ર૬, જામકંડોરણા-૧ર૪, જસદણ-૪૯૬, પડધરી-ર૪પ, રાજકોટ-૬-મવડી-૧૩૦૭, તથા રાજકોટ-૮-રૂરલ વિસ્તારમાં ૭૦૯ દસ્તાવેજો નોંધાયા છે.
(2:43 PM IST)










