News of Tuesday, 4th February 2025
કેન્સરની ઉત્કૃષ્ટ સારવાર કરતી રાજકોટ કેન્સર સોસાયટી
આજે ૪ ફેબ્રુઆરી-વિશ્વ કેન્સર દિવસ... છેલ્લા ૬ દાયકાથી : ૧૭૦ બેડની કેન્સર હોસ્પિટલમાં કેન્સરની સંપૂર્ણ સારવાર એક જ સ્થળે કેન્સર અનુભવી-નિષ્ણાંત તબીબોની આધુનિક સારવાર- રાજકોટના રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે આવેલ હોસ્પીટલમાં દરરોજ ૧પ સર્જરી, ર૦૦ દર્દીઓને શેક-૧૦૦ દર્દીઓને કીમોથેરાપીની સારવાર અપાય છે : પત્રકાર પરીષદમાં માહિતી આપતા મેડીકલ ડાયરેકટર ડો. ખ્યાતી વસાવડા, ડો. અદિતિ થાનકી અને ચેરમેન ગૌરાંગભાઇ સંઘવી હવે કેન્સર એટલે કેન્સલ નહીં અસરકારક સારવાર ઉપલબ્ધઃ ડો. અદિતિ થાનકી પાન-માવા તમાકુ સામે અસરકારક ઝુંબેશ હાથ ધરવી જોઇએ... બાળકોને તમાકુ કે વ્યસનથી દૂર રાખોઃ જાગૃતિ કેન્સર અટકાવી શકશે : ચેરમેન ગૌરાંગભાઇ સંઘવી વહેલુ નિદાન થવાથી પેટના રોગોની કેન્સરની અસરકારક અને સફળ સારવાર શકય બને છે : ડો. શ્રેયાંશ ઢોલરીયા સૌરાષ્ટ્રમાં ચોંકાવનારૂ તારણ : તમાકુથી થતા કેન્સરના રોગનું પ્રમાણ સૌથી વધુ : ડો. ખ્યાતી વસાવડા

રાજકોટ : આજે ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ છે. રાજકોટમાં છેલ્લા ૬ દાયકાની કેન્સરની સારવાર કરતી રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા આજે જનજાગૃતિ અર્થે પત્રકાર પરીષદ યોજાઇ હતી. જેમાં કેન્સરના રોગ અને તેની સારવારની વિગત વર્ણાવતા મેડીકલ ડાયરેકટર ડો. ખ્યાતી વસાવડા ચેરમેન ગૌરાંગભાઇ સંઘવી કેન્સર સર્જન ડો. શ્રેયાંસ ઢોલરીયા, ડો. હર્ષ થાનકી,ડો. વસંત પાસાણી, ડો. ભાવીન માધાણી, મેડીકલ અોનકોલોજીસ્ટ ડો. અદિતી થાનકી, ડો. પુજા તન્ના, રેડીઍેશન, અોન્કોલોજીસ્ટ, ડો.દેબાદીપ્તી પ્રધાન, ડો. નીશાંત માધાણી, ડો. ચાંદની શાહ, ડો. હાર્દિક પટેલ, ડો. દિવ્યા સિંઘ, ડો. નિશા ઘોડાસરા, ડો. રાકેશ ધાંધલ, ડો. રીંકુ ભીમાણી, ડો. હીના આશર, ડો. નીરવ સીરજા, ડો. પ્રાંચી ઝાલાવડીયા, ડો. યતીન સવસાણી સહિતના નજરે પડે છે. અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કેન્સર સોસાયટી રાજકોટના ચેરમેન ગોરાંગભાઇ સંઘવી મેડીકલ ડાયરેકટર ડો. ખ્યાતી વસાવડા વિપુલભાઇ ઢેબર નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૪ : કેન્સર એ અગાઉ કેન્સલ ગણાતુ પરંતુ હવે તબીબી વિજ્ઞાન અને નવી શોધથી કેન્સરના દર્દીનું વહેલુ નિદાન કરીને સારવાર કરવાથી કેન્સર મટી શકે છે આજે રાજકોટ સૌરાષ્ટ્રમાં છેલ્લા ૬ દાયકાની કેન્સરની ઉત્કૃષ્ટ સારવાર પુરી પાડતી રાજકોટ કેન્સર હોસ્પીટલે તા. ૪ ના વિશ્વ કેન્સર દિવસે કેન્સરના રોગ અને તેની આધુનિક સારવારની વિગતો પત્રકાર પરીષદમાં રજૂ કરી હતી.
વિશ્વ કેન્સર દિવસૅ દર વર્ષે ૪ ફેબ્રુઆરીના સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય સમાજમાં કેન્સર પ્રત્યેની જાગળતિ અને ભય દુર કરવાનો છે. જેના માટે રાજકોટ કેન્સર સોસાયટી લગભગ છેલ્લા ૬ દાયકાઓથી સૌરાષ્ટ્રમાં સતત કાર્યશીલ અને સંવેદનશીલ છે. રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ જેને રાજકોટ કેન્સર સોસાયટી ના નામથી ઓળખીએ છીએ. જે સૌરાષ્ટ્ર કચ્છમાં કેન્સરની સારવાર માટે ઉત્કળષ્ઠ સેવાઓ પુરી પાડતી આવી છે.રાજકોટ કેન્સર સોસાયટીની સ્થાપના ૧૯૬૯માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય ધ્યેય જરૂરીયાતમંદ અને ઓછી આવક ધરાવતા દર્દીઓને વ્યાજબી ભાવે ગુણવત્તાયુકત સારવાર પુરી પાડવાનો છે.
આ વિશ્વ કેન્સર દિવસ નીમીતે આયોજીત પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેકટર ડો.ખ્યાતી વસાવડાએ માહિતી આપતા જણાવેલ કે કેન્સરના દર્દીઓ રાજકોટ કેન્સર સોસાયટી ખાતે સારવાર લેવાનું પસંદ કરે છે જેનું મુખ્ય કારણ છે કે કેન્સર માટેની સંપુર્ણ સારવાર એક છત્ર હેઠળ પુરી પાડવામાં આવે છે,તથા અનુભવિ અને નિષ્ણાંત તબીબોની ટીમ ઉપલબ્ધ છે, અતિ આધુનિક સાધનો અને સવિધા ઉપલબ્ધ છે આ ઉપરાંત હુંફાળુ,હકારાત્મક અને પારિવારીક વાતાવરણ દર્દીઓ અનુભવે છે જે કેન્સરને હરાવવા માટે પર્યાપ્ત છે. તથા જયારે દર્દીને કેન્સર માલુમ થાય ત્યારે ફકત દર્દી જ નહીં પરંતુ તેનો પરિવાર પણ માનસીક અને આર્થિક રીતે કપરી પરિસ્થિતીનો સામનો કરતા હોય છે તેવા સમયે પણ રાજકોટ કેન્સર સોસાયટી તેમને તબીબી અને પારીવારીક ટેકો પુરો પાડે છે.રાજકોટ કેન્સર સોસાયટી ખાતે કેન્સરને થતું અટકાવવાના ઉપાયથી લઈને કેન્સરના અતિ ગંભીર દર્દીઓની પીડારહિત સારવાર કરી તેના જીવનની ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરવામાં આવે છે.
આ વર્ષની વિશેષ થીમ છે "UNITED BY UNIQUE"જેની વિશ્વસ્તરે ત્રણ વર્ષ સુધી ઝુંબેશ ચાલશે જેનો મુખ્ય ઉદેશ્ય એ છે કે કેન્સરગ્રસ્ત દર્દીના નિદાન અને સારવારથી વધુ દર્દીના વ્યક્તિગત અનુભવો,લાગણીઓ અને આકાંક્ષાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું. કારણ કે દરેક વ્યકિતની વિશિષ્ટતાઓ અલગ હોય છે તેથી ફકત તેમની તબીબી અથવા માનસિક સ્વાથ્યની સ્થિતીઓ ઉપરાંત તેને વ્યકિત તરીકે ઓળખવા એ આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે. દર્દીની સારવારની સફર અલગ અલગ હોય શકે પરંતુ તેનુ લક્ષ્ય ફકત કેન્સરને હરાવવાનું છે તેથી અનન્ય પરંતુ સંયુકત રહી લક્ષ્ય પ્રાપ્ત કરવા આ વિશેષ થીમ પ્રોત્સાહન પ્રદાન કરે છે.
ડો. ખ્યાતી વસાવડાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું છે કે છેલ્લા ૨ વર્ષમાં રાજકોટ કેન્સર સોસાયટી એ કેન્સરના નિદાન અને સારવારમાં હરણફાળ ભરેલ છે જેમાં કેન્સરને થતું અટકાવવાના પ્રયત્નો તથા તેની આંતરરાષ્ટ્રીય પધ્ધતી મુજબની સારવાર કરવામાં આવે છે. હાલમાં રોજના કેન્સરના ૧૨ થી ૧૫ ઓપરેશન, ૧૦૦ જેટલી કિમોથેરાપી અને ૨૦૦ જેટલા રેડીએશન(શેક) આપવામાં આવે છે. તાજેતરમાં જ આ હોસ્પિટલને એન.એ.બી.એચ.દ્વારા પ્રમાણીત કરવામાં આવેલ છે જે દર્દીની સારવાર માટે ઉચ્ચગુણવત્તા,સલામતી અને નિરંતર સુધારણા નિヘતિ કરે છે.આ ઉપરાંત UICC (યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ)માં પણ સભ્યતામેળવવા પહેલ કરેલ છે.તથા કુંડારીયા કેન્સર પ્રીવેન્સન ફાઉન્ડેશન કેન્સરની જાગળતિ ફેલાવવા માટે રાજકોટ કેન્સર સોસાયટીના એક ભાગરૂપી કાર્યરત છે.
રાજકોટ કેન્સર સોસાયટીની વર્ષ ૧૯૬૯માં કિશાનપરા ચોકમાં નાની હોસ્પિટલની શરૂઆતથી લઈ આજે રૈયા રોડ હનુમાન મઢી ચોક નજીક ૮ માળની હોસ્પિટલ સુધીની સફર દર્દીઓનો હોસ્પિટલ પ્રત્યેનો ભરોસો વ્યકત કરે છે. જે રાજકોટ કેન્સર સોસાયટી હંમેશા અકબંધ રાખશે અને કેન્સર સામેની લડત લડતી રહેશે.
આ પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેકટર ડો.ખ્યાતી વસાવડા, ચેરમેનશ્રી, ગર્વનીંગ કાઉન્સીલના સભ્યો અને ડોકટરો ઉપસ્થિત રહેલ હતા
(2:46 PM IST)










