<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પ.પૂ.શામજીબાપુની ગુરૂવારે ૪રમી પુણ્‍યતીથીઃ બે દિ' કાર્યક્રમો

મહંત પૂ. વિજયબાપુ ગુરૂ પૂ.જીવરાજબાપુ તથા પૂ.અવધેશબાપુ અને પૂ.ભાનુભગત આશીર્વચન પાઠવશે કાલે સંતવાણીઃ ગુરૂવારે શોભાયાત્રા, ધર્મસભા, ભોજન પ્રસાદ, મહાઆરતીના કાર્યક્રમો

રાજકોટઃ પરમ પૂજય ભકત ભુષણ સંત શિરોમણી શ્રી શામજીબાપુની આગામી ગુરૂવારે પુણ્‍યતીથી છે. આ નિમીતે આવતીકાલે સંતવાણી તેમજ ગુરૂવારે શોભાયાત્રા, ધર્મસભા, ભોજન પ્રસાદ, મહાઆરતીના કાર્યક્રમો યોજાયા છે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ આયોજીત શ્રી શ્‍યામમંદિર સમીતી-રાજકોટ દ્વારા કોઠારીયા મેઇન રોડ, રીંગરોડ, બાયપાસ, પીરવાડી પાસે, રામનગર ખાતે આવતીકાલે તા.પના બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે આયોજીત સંતવાણીના કાર્યક્રમમાં કલાકારો કાળુ મહારાજ, વિપુલ મહારાજ, સોનલબેન ગોંડલીયા, મુકેશભાઇ બારોટ તથા સાજીંદા ગૃપ જમાવટ કરશે.

તા.૬ના ગુરૂવારે સવારે પ વાગ્‍યે પુજનવિધી બાદ સવારે ૮ વાગ્‍યાથી કોઠારીયા રોડ ઉપર આવેલ શ્રી કમલેશ્વર મંદિરેથી પૂ.શામજીબાપુના ફોટા સાથેના રથ તેમજ વિશાળ સંખ્‍યામાં ભાવિકો જોડાશે. જે શ્રી શ્‍યામ મંદીરે પુર્ણ થશે. ત્‍યારબાદ ૧૦:૩૦થી ધર્મસભા રાખેલ છે. ૧૧ વાગ્‍યે ભોજન પ્રસાદ, સાંજે ૭ વાગે મહાઆરતી રાખેલ છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ પ્રસંગે મહંતશ્રી વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (શ્રી આપાગીગાની જગ્‍યા, સતાધાર) તેમજ શ્રી અવધેશબાપુ (શ્રી ગુણેશ્વર મહાદેવ, રાજકોટ) અને શ્રી ભાનુભગત (મામા સાહેબની જગ્‍યા, રાજકોટ) આશીર્વચન પાઠવશે.

આયોજનને સફળ બનાવવા શ્રી શ્‍યામ મંદીર સમિતી ટ્રસ્‍ટના પ્રમુખ અરવિંદભાઇ રાઠોડ (મો.૯૪ર૬૮ ૪૯૦૩૯), ઉપપ્રમુખ હાર્દિકભાઇ ટાંક,  મંત્રી ભરતભાઇ મકવાણા, સહમંત્રી અશોકભાઇ ચોટલીયા, ખજાનચી નટુભાઇ વાઘેલા, સહખજાનચી મહેશભાઇ સોલંકી સહિતના જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:47 PM IST)