News of Tuesday, 4th February 2025
ર૩ મીએ પૂ. જલારામબાપાની ૧૪૪ મી પુણ્યતિથિઃ મહાઆરતી, મહાપ્રસાદ અને રકતદાન કેમ્પ
રઘુવંશી મિત્ર મંડળ-રેલનગર દ્વારા ત્રીજા વર્ષે આયોજનઃ સિવિલ હોસ્પિટલના લાભાર્થે યોજાશે રકતદાન કેમ્પઃ ર૦ હજારથી વધુ ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે

રાજકોટઃ આગામી તા. ર૩ ફેબ્રુઆરીને રવિવારે સમગ્ર રઘુવંશી સમાજના આરાધ્યદેવ સંત શિરોમણી જલારામબાપાની ૧૪૪ મી પુણ્યતિથિ નિમિત્તે સો જલારામ ભકતો માટે મહાપ્રસાદ- મહાઆરતી તથા સિવીલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ર૩ ને રવિવારે સાંજે ૬ઃ૩૦ કલાકે મહાઆરતી, ત્યારબાદ સમગ્ર ભકતજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અંદાજે ર૦ હજારથી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેશે.
પી.ડી.યુ. સિવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીર્અોને વિનામૂલ્યે રકત મળી રહે તેવા શુભ આશયથી આયોજીત રકતદાન કેમ્પ સાંજે ૬ થી ૧૦ સુધી રકતની આશરે રપ૦ થી વધુ બોટલ ઍકત્ર થશે.
સ્થળઃ ‘‘જલિયાણ ધામ’’ દ્વારીકા હાઇટસની બાજુમાં બીઆરટીઍસ બસ સ્ટોપ સામે, માધાપર ચોકડી, રાજકોટ
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, હિતેશભાઇ અનડકટ, કલ્પેશભાઇ કોટેચા, રવિભાઇ માણેક, પરેશભાઇ જાબનપુત્રા, શુભમભાઇ રાઘુરા, સચીનભાઇ નથવાણી, કપીલભાઇ ગણાત્રા,નિતીનભાઇ ઉનડકટ, જયદીપભાઇ સોઢા તેમજ મહિલા મંડળના પ્રતિભાબેન કકકડ, કાજલબેન કોટેચા, સીમાબેન માણેક, ક્રિષ્નાબેન જાબનપુત્રા, પ્રિતીબેન ભાયાણી,તૃપ્તિબેન સોઢા, મયુરીબેન ખીમાણી, પૂર્વીબેન ખીમાણી, વિરાલીબેન જાબનપુત્રા નજરે પડે છે. કાર્યક્રમ અંગે વિશેષ માહિતી માટે મો. ૭૪૩૩૮ ૧ર૦૧ર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(3:52 PM IST)










