<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

બામણબોર પાસે નદીમાં ન્‍હાવા પડેલા બીહારના નંદુનું ડૂબી જવાથી મોત

યુવાન ગામ પાસે કંપનીમાં મજૂરીકામ કરતો હતો

રાજકોટ તા. ૪: બામણબોર પાસે આવેલી નદીમાં સાંજના નાહવા ગયેલા યુવાનનું નદીમાં ઊંડા પાણીમાં ગરક થઇ જવાથી મોત થયું હતું. યુવાન ડુબી ગયાની જાણ થતા ફાયરના સ્‍ટાફે અહી પહોંચી યુવાનના મૃતદેહને બહાર કાઢયો હતો. યુવાન મૂળ બિહારનો વતની હતો અને અહી  બામણબોરમાં કંપનીમાં મજુરીકામ કરતો હતો. બનાવ અંગે એરપોર્ટ પોલીસે જરૂર કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ બામણબોર ગામ પાસે નદીમાં ગઇકાલે સાંજે યુવાન ડુબ્‍યો હોવાની સ્‍થાનિકોએ જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્‍ટાફ તાકીદે અહી પહોંચ્‍યો હતો. બીજી તરફ એરપોર્ટ પોલીસનો સ્‍ટાફ પણ બનાવ સ્‍થળે આવી ગયો હતો. યુવાનના મૃતદેહને બહાર કાઢી પી.એમ.માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો.

મૃતક નંદુ કમલેશભાઇ શાહની (ઉ.વ. ૩૧) હોવાનું અને તે મુળ બિહારનો વતની હોય અને બામણબોરમાં ગ્રીન પ્‍લાય નામની કંપનીમાં મજુરીકામ કરતો હતો અને કંપનીની જ લેબર કોલોનીમાં રહેતો હતો.યુવાન ચાર ભાઇના પરિવારમાં નાનો હતો. તેના લગ્ન થઇ ગયા છે પણ પત્‍ની ત્રણ વર્ષથી રિસામણે હોય તે એકલો રહેતો હતો. જાણવા મળ્‍યા મુજબ ગઇકાલે યુવાન તેના કોઇ મિત્ર સાથે સાંજે નદીમાં નાહવા પડયો હતો. દરમિયાન નદીમાં ઊંડા પાણીમાં ગરક થઇ જવાથી તેનું મોત થયુ હતું. બનાવ અંગે એરપોર્ટ પોલીસ મથકના એએસઆઇ જે.એલ.બાળા અને રાઇટર કિર્તીરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી યુવાનના પરિવારને બનાવ અંગે જાણ કરી હતી.

(2:54 PM IST)