<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

કાલથી રાજકોટમાં ૬૦થી ઉપરના ક્રિકેટરો વચ્‍ચે બેટ-બોલનો જંગઃ સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્‍ટ

ટેનીશ બોલમાં આયોજનઃ તમામ મેચો પોલીસ ક્રિકેટ મેદાન ખાતે રમાશે :મુંબઇ- વડોદરા- અમદાવાદ- સુરેન્‍દ્રનગર- જામનગર- રાજકોટની ટીમો ટકરાશે

રાજકોટ તા.૪: રાજકોટનાં આંગણે આવતીકાલથી તા.૭ સુધી ક્રિકેટ એકેડમી દ્વારા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્‍ડ- પોલીસ કેમ્‍પસના મેદાનમાં લિમિટેડ ઓવર્સની સીનીયર સીટીઝન ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે.

મુંબઇ, વડોદરા, અમદાવાદ, સુરેન્‍દ્રનગર, જામનગર અને રાજકોટની ટીમો ભાગ લેશે. સાંઇઠ વર્ષ પુરા કર્યા હોય તેવા નિવૃત નાગરિકો સ્‍પર્ધાત્‍મક ક્રિકેટ પણ ચુસ્‍તી- સ્‍ફ્રુર્તિથી સુંદર રીતે રમે છે. તે જોવા શહેરની ક્રિકેટપ્રેમી જનતાને આમંત્રણ અપાયું છે. ટુર્નામેન્‍ટનો સમય સવારે ૭/૩૦ થી સાંજે ૫/૩૦ સુધીનો રહેશે. ટુર્નામેન્‍ટને સફળ બનાવવા પ્રમુખશ્રી ગંભીરસિંહ જાડેજાની આગેવાની હેઠળ રોહિત બુંદેલા, દિલાવરસિંહ જેઠવા, ર્કિતી દવે, પ્રતાપસિંહ રાણા, ઉપેન્‍દ્રસિંહ રાણા, કિશોરસિંહ રાઠોડ, હરેન્‍દ્ર જાની, ઇમ્‍તીયાઝ ખોખર, શિરીષ કચ્‍છી, દિપક યશવંતે, નવિનભાઇ, ભરત રાવલ, આમદ ડોડીયા, અરૂણ દવે જહેમત ઉઠાવી રહયા છે.

(2:58 PM IST)