<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ફુડ શાખા ત્રાટકીઃ ખાદ્યતેલના ૬ નમુના લેવાયા

મનપા દ્વારા ક્રિસ્‍ટલ મોલથી આકાશવાણી ચોક વિસ્‍તારના ર૦ ખાણી-પીણીના વેપારીઓને ત્‍યાં ચકાસણીઃ ૯ને લાઇન્‍સ અંગે સુચના

રાજકોટ, તા., ૪ : મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગ હાથ ધરી નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ક્રિસ્‍ટલ મોલથી આકાશવાણી ચોક વિસ્‍તારના ર૦ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી કરી ૯ ને લાઇસન્‍સ અંગે નોટીસ આપવામાં આવી હતી. જયારે ખાદ્યતેલ ઉત્‍પાદકો તથા વિક્રેતાઓને ત્‍યાંથી ૬ નમુના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ક્રિસ્‍ટલ મોલથી આકાશવાણી પંચાયત ચોક- જ્‍યોતિનગર મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૯ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ. 

જેમાં શ્રી બાલાજી ઘૂઘરા, પટેલ ઘૂઘરા, જલારામ ખમણ -રાજ પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ -બાલાજી કોલ્‍ડ્રિંક્‍સ -આનંદ પ્રોવિઝન સ્‍ટોર -અમળત વિજય ડેરી ફાર્મ -યશ કોલ્‍ડ્રિંક્‍સ  તથા માહીન ગાંઠિયાને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

ખાદ્યતેલના ૬ નમુના લેવાયા

 ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ખાદ્ય તેલના કુલ ૦૬ નમૂના લેવામાં આવેલ  જેમાં  સારથી બ્રાન્‍ડ ગ્રાઉન્‍ડનટ કોઇલ (ફ્રોમ પ લી.પેકડ) યશ એન્‍ટરપ્રાઇઝ, ઇન્‍દ્રપ્રસ્‍થ કોમ્‍પ્‍લેક્ષ, શોપ નં.૩૨, રૈયા રોડ

પ્રસંગ પ્રીમીયમ રીફાઇન્‍ડ કોટનસીડ ઓઇલ (ફ્રોમ ૧પ કે.જી. પેકડ) યશ એન્‍ટરપ્રાઇઝ, ઇન્‍દ્રપ્રસ્‍થ કોમ્‍પ્‍લેક્ષ, શોપ નં.૩૨, રૈયા રોડ

રવિ રીફાઇન્‍ડ કોટનશીડ ઓઇલ (ફ્રોમ ૧ લી. પેકડ બોટલ) નવકાર ટ્રેડર્સ, ખોડિયાર ફેમીલી શોપ પાસે, કોઠારીયા રોડ

સારથી ડબલ ફિલ્‍ટર્ડ શુધ્‍ધ સીંગતેલ (૫૦૦એમએલ પેકડ બોટલ)  નવકાર ટ્રેડર્સ, ખોડિયાર ફેમીલી શોપ પાસે, કોઠારીયા રોડ.

આત્‍મીય રીફાઇન્‍ડ કોટનશીડ ઓઇલ (પ૦૦ એમએલ પેકડ બોટલ)  રાધેશ્‍યામ પ્રોટીન્‍સ, શોપ નં.E-૩૩, જૂનું માર્કેટ યાર્ડ, RTO પાસે

આત્‍મીય ડબલ ફિલ્‍ટર્ડ ગ્રાઉન્‍ડ નટ ઓઇલ (પ૦૦ એમએલ પેકડ બોટલ)  રાધેશ્‍યામ પ્રોટીન્‍સ, શોપ નં.E-૩૩, જૂનું માર્કેટ યાર્ડ, RTO પાસેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

(2:59 PM IST)