<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ભાજપની આંતરીક બઘડાટી બાદ મેયર દોડયા : રિવ્‍યુ બેઠક શરૂ

સ્‍ટેન્‍ડીંગ પૂર્વેની સંકલન બેઠકમાં થયેલ ગરમા-ગરમી બાદ ઝોનવાઇઝ અધિકારીઓ પાસેથી કામનો હિસાબ માંગતા પદાધિકારીઓઃ સંકલનના પ્રશ્‍નો ઉકેલવા પ્રયાસ

રાજકોટ, તા. ૪ : મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડીંગ પૂર્વેની ભાજપની સંકલન બેઠકમાં કોર્પોરેટરોએ કામ ન થવા બાબતે કરેલ ઉગ્ર રજુઆતના પડધા પડયા છે. મેયર દ્વારા શહેર ભાજપ પ્રમુખની ઉપસ્‍થિતિમાં ઝોનવાઇઝ રિવ્‍યુ બેઠક યોજવાનુ઼ શરૂ કરવામાં આવ્‍યું છે. આ મીટીંગમાં કોર્પોરેટરો ઉપરાંત ઝોનના અધિકારીઓના સંકલન દ્વારા પ્રગતિ હેઠળના કામો અંગે મનપા પદાધિકારીઓ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખની ઉપસ્‍થિતિમાં વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્‍નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્‍નોનું સત્‍વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત સેન્‍ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪,૧૭ કુલ-૬ વોર્ડના કોર્પોરેટરો, અધિકારીઓની ઉપસ્‍થિતિમાં શ્રી રમેશભાઈ છાયા સભા ગળહ ખાતે મિટીંગ યોજાઈ હતી.      

આ મિટીંગમાં વોર્ડના સ્‍થાનિક સંકલનના પ્રશ્‍નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્‍ય બાબતો અંગે સંકલન કરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને વોર્ડ વાઈઝ સફાઈ, ન્‍યુસન્‍સ પોઈન્‍ટની સફાઈ, વરસાદી પાણી જમા થવાની સમસ્‍યા, પાણી વિતરણ પુરતા ફોર્સથી કરવું, ડી.આઈ.નાં કામોની સાથે ડામર રી-કાર્પેટ કરવું, ડ્રેનેજ સફાઈનો કચરો સત્‍વરે નિકાલ કરવો, સફાઈ કર્મચારીઓનો વિસ્‍તાર વાઈઝ રી-સર્વે કરવો, ગાર્ડન તથા રોડ ડિવાઈડરની સફાઈ, ગાર્ડનમાં આવેલ કસરતના સાધનોના સમારકામ, વોર્ડ વાઈઝ પ્રગતિ હેઠળના કામો સત્‍વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા, શહેરમાં બિનજરૂરી બેનર દૂર કરવા, ટાઉન પ્‍લાનિંગ શાખાએ ગેરકાયદેસર બાંધકામ અંગે અપાયેલ નોટિસો અંગે આગળની કાર્યવાહી કરવી, ફાયર સેફટી અંગે જનજાગળતિ કાર્યક્રમો કરવા, શહેરમાં મચ્‍છર અને મચ્‍છીના ઉપદ્રવ અંગે જાહેર માર્ગો પર ફોગીંગ અને દવા છંટકાવ, રેસકોર્ષ તાાનાગાર સમારકામ સત્‍વરે પૂર્ણ કરવું, કોમ્‍યુનીટી હોલમાં ફાયર સેફટીના કામો સત્‍વરે પૂર્ણ કરવા વગેરે બાબતો સંબંધી પદાધિકારીઓએ રીવ્‍યું કરવામાં આવ્‍યું અને લગત અધિકારીઓને કામગીરી સત્‍વરે હાથ ધરવા સૂચના આપવામાં આવી.     

આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ડૉ.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટર વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન રાણપરા, કુસુમબેન ટેકવાણી, અલ્‍પાબેન દવે, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, નિલેશભાઈ જલુ, નાયબ કમિશનર હર્ષદ પટેલ, ટાઉન પ્‍લાનિંગ ઓફિસર એસ.એમ.પંડ્‍યા, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડાયરેક્‍ટર પાર્કસ એન્‍ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪,૧૭ના વોર્ડ એન્‍જીનિયર, એ.ટી.પી., નાયબ કાર્યપાલક ઈજનેર રોશની, વોર્ડ  ઓફિસર, સેનેટરી ઈન્‍સ્‍પેકટર, ફાયર વિભાગના સ્‍ટેશન ઓફિસર, દબાણ હટાવ અધિકારી, ગાર્ડન સુપરવાઈઝર વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.    

(2:59 PM IST)