<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

જૂની કલેકટર કચેરીમાં દલાલોની બોલબાલા લોકોને છડેચોક લૂંટી રહ્યાની વ્‍યાપક ફરિયાદો

ઇ-ધરા-જનસેવા-મામલતદાર કચેરીઓ આસપાસ ટેબલોની હારમાળાઃ લોકોમાં ઉઘાડી લૂંટની રાવ... લાયસન્‍સ વગરના અનેક બેઠા છેઃ ફોર્મ ભરવાના રૂા. ર૦થી પ૦ પડાવે છે...!!

રાજકોટ તા. ૪ :.. શહેરની અનેક સરકારી કચેરીઓમાં દલાલો વગર કામ થતુ નથી તે જગ જાહેર બાબત છે, રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષી નખશીખ પ્રમાણીક અધિકારી છે.

તેમણે પોતાના સ્‍ટાફને અનેક વખત ચેતવણીઓ પણ આપી છે, પરંતુ ફરી ઘણા સમયથી જૂની કલેકટર કચેરીમાં બેસતી ઇ-ધરા, જનસેવા કેન્‍દ્ર, મામલતદાર કચેરીઓ, તે ઉપરાંત દક્ષિણ અને પヘમિ મામલતદાર કચેરી બહાર બની બેઠેલા દલાલોનો રાફડો ફાટયો હોય તેમ વ્‍યાપક ફરીયાદો ઉઠી છે, લાયસન્‍સ વગરના અને બની બેઠેલા આવા એજન્‍ટો ગરીબ-અભણ વર્ગ પાસેથી ફોર્મ ભરાવાના, નોટરીના અને કામના મોટી કહેવાતી રકમ પડાવતા હોવાની વ્‍યાપક ફરીયાદો ઉભી થઇ છે, મામલતદાર કચેરીઓ આસપાસ ટેબલોની હારમાળા ઉભી થઇ છે, લોકોને છડેચોક લૂંટી રહ્યાની રાવ છે, ફોર્મ ભરવાના રૂા. ર૦ થી પ૦ પડાવતા હોવાની બૂમો ઉઠી છે, અગાઉ તંત્રે જૂની કલેકટર કચેરીમાં ઓપરેશન કર્યુ પરંતુ ફરી આ દુષણ ઉભુ થયું છે, રાશનકાર્ડની કામગીરી, અને અન્‍ય દાખલાઓમાં આ દલાલો છડેચોક લોકોને ભરમાવી હેરાન-પરેશાન કરતા હોવાની ફરીયાદો છે, આ બાબતે જૂની કલેકટર કચેરીમાં બેસતા ત્રણ-ત્રણ પ્રાંતમાંથી કોઇપણ એક દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી માંગણી છે, તે ઉપરાંત દક્ષિણ અને પヘમિ મામલતદાર પણ કડક પગલા ભરે ચેકીંગ કરે તે જોવુ  જરૂરી બન્‍યું છે.

(3:05 PM IST)