<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પ્રેમ, નિખાલસતા, સરળતા, સાદગી અને સેવાનો સમન્વય ઍટલે ‘મહેશભાઇ સવાણી’

પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ ૫૨૭૪ દીકરીઓને કરિયાવર સાથે કન્‍યાદાન કરવામાં આવ્‍યું છે. મહેશભાઈ સવાણી અત્‍યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બન્‍યા છે. જ્જ બાપુજી વલ્લભભાઇ સવાણીની સાદગી એટલી બધી કે આજની તારીખે તેઓ દાતણ જ કરે અને બરવાળાના ચંપલ જ પહેરે છે.! જ્જ બાપુજી વલ્લભભાઇએ ગરીબી જોઇ હતી તેઓ જ્‍યારે ૧૯૬૮ માં સુરત આવ્‍યા ત્‍યારે ત્‍યાં પુર આવતા પરત જવું પડ્‍યું. તેઓ ગામડે એક ભેંસ વેચી માત્ર ૭૦ રૂપિયા લઇ સુરત આવેલા. જ્જ બાપુજીના જન્‍મદિવસે ઘડાયેલ ‘વયોત્‍સવ' પ્રોગ્રામ હેઠળ આખા સુરતમાં જેટલા બાપ વિનાના સંતાનો હોય તેના ભણવાની ફી પી.પી.સવાણી ગ્રુપ ભરતું. જ્જ ‘જનની' કાર્યક્રમ હેઠળ જ્‍યાં સુધી વિધવા બહેનો તેના બાળકોને ભણાવે ત્‍યાં સુધી આખા પરિવારને પી.પી.સવાણી મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પીટલમાં શરદીથી લઇને બાયપાસ ની સારવાર ફ્રિ આપવાનું શરૂ કર્યુ જ્જ પિતા વિનાની દીકરીઓના લગ્નો ધામધુમથી કરાવતા સવાણી પરિવારે મહેશભાઇ સહિત તમામ ભાઇઓ અને તેમના બાળકોના લગ્ન એકદમ સાદાઇથી અને સમૂહ લગ્નોમાં કર્યા છે જ્જ અનેક દીકરીઓએ પત્રો દ્વારા મહેશભાઇ પાસે વેદના ઠાલવે છે. દુનિયાનો કોઇ પણ લેખક આ પત્રોથી ઉંચી ભાષા ન લખી શકે એવા પત્રો જેને પી.પી. સવાણી ગ્રુપ પુસ્‍તક રૂપે બહાર પાડે છે. જ્જ પૈસા કમાતા પહેલા પૈસા વાપરતા શીખો. કમાવો છો એના કરતાં કઈ જગ્‍યાએ વાપરો છો એ મહત્ત્વનું છે : મહેશભાઇ જ્જ હંમેશા ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવા એજ મારો શોખ. : મહેશભાઇ ૨૦૦૩ થી ૨૦૦૭ હું બેલ્‍જીયમ હતા ત્‍યારે ત્‍યાં અકિલા જ વાંચતા. એ વખતે ઓનલાઇન બીજુ કોઇ છાપું જ નહોતું. ગુજરાતી ઓનલાઇન વર્તમાન પત્ર માત્ર ને માત્ર અકિલા જ વાંચવા મળતું. કાળજી , ધીરજ, પ્રતિક્ષા, ભરોસો અને સમજણ આજ જે ભવોભવના સગપણનું ગળપણ...

રાજકોટ: સુરતના પ્રખ્યાત પી.પી.સવાણી ગ્રૂપ દ્વારા પિતા વિહોણી હજારો દીકરીઓના લગ્ન થયા છે અને આજે પણ થાય છે. ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મોટા ગજાના ઉદ્યોગપતિ અને હજારો દીકરીઓના પાલક પિતા પી.પી.સવાણી ગ્રૂપના મહેશભાઇ સવાણી તસવીરમાં નજરે પડે છે. અન્ય તસવીરમાં ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મહેશભાઇ સવાણી, હસમુખભાઇ ટીલાળા, મોહનભાઇ ધામેલિયા, કાળુભાઇ અકબરી, ભાદાભાઇ અકબરી અને અમીતભાઇ અકબરી નજરે પડે છે. (તસવીર : સંદિપ બગથરિયા)

 

રાજકોટ, તા. ૧૦ : ‘પપ્‍પા' આ એક શબ્‍દમાં જ અમારી દુનિયા સમાય જાય છે. માતા માટે તો અનેક વાતો લખાય છે. પરંતુ પિતા વિશે બહુ ઓછી. અરે આ પિતા વિશે લખવા જાઇએ તો શબ્‍દ ઓછા પડે. આ પિતા અમારા માટે ભગવાન છે. જે આજે તેમની ૫૨૭૪ દીકરીઓના સપના પૂરા કરવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેમનામાં કાળજી, ધીરજ, પ્રતિક્ષા, ભરોસો અને સમજણ છે. આજ તો તેમની સાથેનું ભવોભવના સગપણનું ગળપણ છે. હજારો દીકરીઓના અંતરની આ વાતમાં તેમના પાલક પિતા એટલે બીજું કોઇ નહીં મોટા ગજાના ઉદ્યોગપતિ તેમજ -ેમ, નિખાલસતા, સરળતા, સાદગી અને સેવાનો સમન્‍વય એવા શ્રી મહેશભાઇ વલ્લભભાઇ સવાણી. 'અકિલા' ના આંગણે તેઓ મહેમાન બન્‍યા હતા અને દિલ ખોલીને વાતો કરી હતી.

વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી, દીકરી જગત જનની.... ૨૦૧૧ થી શરૂ થયેલી આ પવિત્ર પરિણય યાત્રા હજી ચાલુ જ છે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી કેમ કે બધા જ જાણે છે આ બધા શિર્ષક સુરતના ખુબજ જાણીતા ‘પી.પી સવાણી' ગ્રૂપ દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે. પી.પી સવાણી ગ્રૂપના મહેશભાઈ સવાણીએ અત્‍યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બન્‍યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ ૫૨૭૪ દીકરીઓને કરિયાવર સાથે કન્‍યાદાન કરવામાં આવ્‍યું છે. એક દાયકાથી પણ વધુ સમયથી અવિરત પ્રજ્‍વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે.  પ્રશ્ન એ થાય કે પી.પી.સવાણી ગ્રૂપનું આખું નામ શું? મહેશભાઇ સવાણીએ જણાવ્‍યું કે, મારા પિતાજી કુલ છ ભાઇઓ. એકભાઇએ કોરોનામાં વિદાઇ લીધી. એ છ ભાઇઓ સુરત આવ્‍યા તે પહેલા તેમના એક મોટા ભાઇ હતા પોપટભાઇ અમારા પોપટદાદા. એ વખતે મારા પિતાની ઉંમર ૧૪ વર્ષ હતી જ્‍યારે પોપટદાદાની ઉંમર ૧૭ વર્ષ હતી. એ વખતે મારા બાપુજી અડધો દિવસ ભણે અને અડધો દિવસ દાળિયે જતા. જ્‍યાં ૨૫ પૈસા રોજ મળતું. એ વખતે અમારી પાસે ઘર કે જમીન નહોતા. એ વખતે દેશમાં ગાડામાં જાન જતી એ મારા પોપટદાદા ચલાવતા. ત્‍યારે પાકા રોડ નહીં એટલે એક વખત અચાનક તેઓ ગાડામાંથી પડી ગયા અને ગાડાનું લોખંડનું ટાયર તેમના ગળા પર ફરી વળ્‍યું. તેમના અવસાન પછી તેમના બેસણામાં મારા પિતાએ જે સફેદ ટોપી, ઝભો અને લેંઘો પહેર્યા'તા તે આજીવન પહેરવાનું -ણ લીધુ અને આગળ જતા પોપટદાદાના નામથી ‘પી.પી.સવાણી' ગ્રૂપ શરૂ કર્યું. આજે પણ વલ્લભભાઇ કોઇપણ પ્રસંગે એજ સફેદ કપડા પહેરે છે. વલ્લભભાઇની સાદગી એટલી બધી કે આજની તારીખે તેઓ દાતણ જ કરે અને બરવાળાના ચંપલ જ પહેરે છે.!

 મહેશભાઇ કહે છે અમે મૂળ ભાવનગર પાસેના રાણપરડા ગામના રહેવાસી. જે પાલીતાણાથી ૪ કિ.મી. દુર. પાલીતાણા-ગારિધાર રોડ પર આવે. એ પછી ધંધુકા તાલુકામાં રહ્યા. પિતા વલ્લભભાઇએ શિક્ષણ પાલીતાણામાંથી અને ખાંભડા ગામેથી લીધુ. એ પછી કામ અર્થે ગુંદા આવ્‍યા અને ત્‍યારબાદ ૧૯૬૮ માં સુરત આવી વસી ગયા. બાપુજીએ ગરીબી જોઇ હતી તેઓ જ્‍યારે ૧૯૬૮ માં સુરત આવ્‍યા ત્‍યારે ત્‍યાં પુર આવતા પરત જવું પડ્‍યું. તેઓ ગામડે એક ભેંસ વેચી માત્ર ૭૦ રૂપિયા લઇ સુરત આવેલા. એ વખતે સૌરાષ્‍ટ્રીઓ પાસે બે કામ હતા. એકતો અમદાવાદ જઇ ટેક્‍સટાઇલમાં જવું અને કાંતો સુરત જઇ હિરાનું કામ કરવું. એ વખતે બાપુજીના મામા જીવરાજભાઇ માવાણીનું સુરતમાં હિરા ઘસવાનું એક કારખાનુ હતુ. તેમણે બાપુજીને કહ્યું તમે જ્‍યારે આવો ત્‍યારે જમવાના પૈસા લેતા આવજો. વલ્લભભાઇ પાસે જમવાના કે કંઇ ખાવાના પૈસા હતા નહી. ત્‍યારે વલ્લભભાઇએ કહેલું કે બધાનું વધેલું ઘટેલું વધે તો મને આપજો. હિરા ઘસવાનું કામ શિખવાના એ વખતે ૩૦૦ રુપિયા આપતા. વલ્લભભાઇ ચાર મહિનાનું કામ એકજ મહિનામાં શીખી ગયા. અને ચાર મહિનામાં તેઓ ૫૦૦ રૂપિયાનું કામ કરવા લાગ્‍યા. એ વખતે સૌરાષ્‍ટ્રમાંથી કોઇ આવ્‍યું હોય તેને સૌરાષ્‍ટ્રીના બે-ત્રણ સામાજિક અગ્રણીઓ જે સુરત વસેલા હોય તે રોટલો અને ઓટલો આપતા. મારા અજવાળીબા ૨૫-૨૫ માણસોના રોટલા ઘડતા. એ જમાનામાં લાગણી પણ એવી હતી. એ વખતથીજ લોકોની સેવા કરવાની ભાવના આ સવાણી પરિવારમાં રહી છે.

 મહેશભાઇ સવાણી કહે છે, વર્ષ ૨૦૦૮માં મારા બાપુજીએ મને સુરતમાં અમારી ચાલતી શૈક્ષણિક સંસ્‍થાઓમાંની એક સ્‍કૂલની જવાબદારી સોંપી. ત્‍યારે એક ઘટના બની. એક બહેને એના બાળક માટે નર્સરીમાં એડમીશન લીધુ. સ્‍કૂલ ત્રણ મહિના પછી શરૂ થવાની હતી. અઢી મહિના પછી બેન પાછા અવ્‍યા અને કહ્યું અમારે એડમીશન કેન્‍સલ કરવું છે. હું તે બહેનને મળ્‍યો અને પૂછયું તમે એડમીશન કેન્‍સલ શા માટે કરો છો? તેમણે કહ્યું, મારા પતિ ૨૫ હજારની નોકરી કરતા અને હું ૧૫ હજારની નોકરી કરૂં છુ. ૪૦ હજારમાં અમારૂ ઘર ચાલતું અને અમારા બાળકને સારી સ્‍કૂલમાં અભ્‍યાસ કરાવવો હતો પણ મારા પતિનું અકસ્‍માતમાં અવસાન થયું હવે ૧૫ હજારમાં હું આ સ્‍કૂલની ફી ન ભરી શકું એટલે મારા બાળકને સરકારી સ્‍કૂલમાં મૂકવો છે. ફેબ્રુઆરીમાં આ ઘટના બની અને માર્ચમાં ૨૫ તારીખે મારા બાપુજી વલ્લભભાઇનો જન્‍મદિવસ આવે. એમનો જન્‍મદિવસ કદી ઉજવ્‍યો નહતો. ત્‍યારે અમે 'વયોત્‍સવ' કરીને એક પ્રોગ્રામ ઘડ્‍યો જેમાં સુરતની ૨૭૨ સ્‍કૂલમાં કેટલા પિતા વિહોણા બાળકો છે એવા ૯૩૦૦ બાળકોનું લીસ્‍ટ આવ્‍યું. બાપુજીના જન્‍મદિવસે કેટલા એમાંથી જન્‍મેલા છે. બાપુજીનું એ ૬૨ મું વર્ષ હતું અને અમે ૬૨ એવા બાળકો શોધ્‍યા જેની જન્‍મ તારીખ અને બાપુજીની જન્‍મતારીખ એકજ હોય. એ ૬૨ દિકરાઓ પાસે કેક કપાવી અને નક્કી કર્યું કે આખા સુરતમાં જેટલા બાપ વિનાના સંતાનો હોય તેના ભણવાની ફી પી.પી.સવાણી ગ્રૂપ ભરશે. આ કામથી શરૂઆત થઇ.

 આગળ જતા વિધવા બહેનોને દવાખાનાનો ખર્ચ આવ્‍યો. તેમને આશા જાગે કે મહેશભાઇ પાસે જઇએ. એટલે બાપુજીના જન્‍મદિવસ બાદ બા નો જન્‍મદિવસ ઉજવ્‍યો. જેને નામ આપ્‍યું ‘જનની'. જ્‍યાં સુધી વિધવા બહેનો તેના બાળકોને ભણાવે ત્‍યાં સુધી આખા પરિવારને પી.પી.સવાણી મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પીટલમાં શરદીથી લઇને બાયપાસ ની સારવાર ફ્રિ આપવાનું શરૂ કર્યું. એટલે શિક્ષણ અને સારવારની જવાબદારી સવાણી પરિવારે ઉપાડી. એ વખતે કુલપતિ હતા દક્ષેશભાઇ ઠાકર તેમણે કહ્યું કે તમે ૧૦ સુધી ફી ભરો છો તો દીકરીઓને ૧૦ માં પછી ઉઠાડી લે છે. એ વખતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સુત્ર આપેલું બેટી બચાવો બેટી પઢાઓ. મોદીજીએ પણ મહેશભાઇને કહ્યું તમે કોલેજની દીકરીઓને દત્તક લો. મહેશભાઇએ સુરતની ૧૮ કોલેજની દીકરીઓ માટે જાહેર કર્યું કે જેના પપ્‍પા ન હોય તેના કોલેજની ફિ પી.પી.સવાણી ગ્રૂપ ભરશે. એ વખતે ૪૨ દીકરીઓ પિતા વિહોણી હતી જ્‍યારે અત્‍યારે તેની સંખ્‍યા ૯૯૨ છે. જોકે કોવિડ પછી એ બંધ કર્યું છે.

ડાયમંડ, રિયલ એસ્‍ટેટ, શિક્ષણ, આરોગ્‍ય જેવા અનેક ક્ષેત્રો સાથે આપ સંકળાયેલા છો તો બધે કઇ રીતે પહોંચી શકો છો? મહેશભાઇ કહે છે, શિક્ષણ ક્ષેત્ર મારા બાપુજી જોવે છે. જોકે ૭૫ વર્ષ પછી એમણે જવાબદારી અમારા દીકરાઓને સોંપી છે. અમે ત્રણ ભાઇઓ છીએ. એક ઉદાહરણ તરીકે જો ત્રણેય ભાઇઓને જુદા કરે તો ત્રણેયના ભાગે ૩૩ રૂપિયા આવે. પણ બાપુજીએ અમને ભાગે પડતા ૧૭-૧૭ રૂપિયા મળી કુલ ૫૧ રૂપિયા આપ્‍યા અને ૪૯ રૂપિયા પોતાની પાસે રાખ્‍યા અને કહ્યું તમને જે ભાગ ૧૭ રુપિયાનો મળ્‍યો છે તેમાંથી તમે તેના ૨૧૭ કરો કે શૂન્‍ય કરો પણ તમારે કોઇ દિવસ એમ નહીં કહેવાનું કે હું મારા સંતાનો માટે કરૂ છુ. આ જે ૪૯ નો ભાગ છે એ તમારા બાળકો માટેજ મેં રાખ્‍યા છે. એટલે બાપુજીની ત્રીજી પેઢી તેમની સાથે વધુ નિકટ રહે છે અમે વચ્‍ચેની પેઢીનું હોસ્‍પીટલ, સ્‍કૂલ કે કોઇ જગ્‍યાએ નામ નહિં. મારા નાના ભાઇ રાજુભાઇનો પુત્ર યુનિવર્સિટી સંભાળે છે, પેઢીનો હિસાબ-મેનેજમેન્‍ટ બાપુજી બાદ મારો દિકરો સંભાળે છે. એટલે અમારા બાળકો ત્રીજી પેઢી આખો દિવસ બાપુજી સાથે જ હોય. અમે અઠવાડિયે મળતા હોઇશુ પણ તેઓ ૨૪ કલાક બાપુજી સાથે હોય.

મહેશભાઇ સવાણી આટલા વર્ષોથી પિતા વિનાની દીકરીઓના લગ્નો ધામધુમથી કરાવે છે પણ તેમના પોતાના, તેમના ભાઇઓના અને તેમના બાળકોના લગ્ન એકદમ સાદાઇથી અને સમૂહ લગ્નોમાં થયા છે. મહેશભાઇ કહે છે, ૧૯૮૫-૮૬ માં સૌરાષ્‍ટ્રમાં દુકાળ પડ્‍યો હતો. ત્‍યારે સુરતમાં અગ્રણીઓ બહુ ઓછા હતા. એ વખતે અગ્રણીઓમાં અમારા બાપુજી સમાજના પ્રમુખ હતા. એ વખતે એમણે ઘરે-ઘરે જઇને કહેલું કે બધાએ ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહમાં લગ્ન કરાવવા જોઇએ. એ વખતે બાપુજી એક માત્ર એમના વચનમાં રહ્યા જ્‍યારે બીજા બધા વચનમાંથી તૂટી ગયા. બાપુજીના સૌથી નાના ભાઇ એટલે અમારા હિંમતકાકા ના લગ્ન સમૂહમાં થયા એ વખતે બાપુજીએ સમૂહમાં લગ્ન કરાવવાનું જે વચન સમાજને આપ્‍યું હતુ તે મારા કાકાના લગ્નથી લઇ અમારા પરિવારમાં મારા નાનાભાઇના પુત્ર સુધી નિભાવ્‍યું. એક પણ લગ્નમાં ધામધુમ નહીં, ગણેશ સ્‍થાપના પણ નહીં, સંગીત સંધ્‍યા પણ નહીં, વરઘોડો પણ નહીં....સીધા લગ્ન જ કરાવ્‍યા છે. તેમાંય અમારા એક ભાઇના લગ્નતો માત્ર ફુલહારથી થયા હતા.!

વર્ષ ૨૦૦૩ માં મહેશભાઇ સવાણી પર કસ્‍ટમનો કેસ થયો હતો. તેઓ કહે છે એ કેસ થયો ત્‍યારે મને લાગ્‍યું હતુ કે પૈસો જ પરમેશ્વર છે. એ વખતના સબંધો, એ વખતના મિત્રો જો પૈસો તમારી પાસે હોય તો બધા તમારી પાસે છે અને જો ન હોય તો કોઇ તમારી પાસે નથી. એ વખતે મને ૨૦૦૩ થી ૨૦૦૭ માં જીવનનું સત્‍ય સમજાણુ. મહેશભાઇ કહે છે, એ વખતે હું એટલો બધો ટેન્‍સનમાં રહેતો કે કાલે કદાચ આ દુનિયામાં હોઇશ કે નહી. મારૂ મન ભરાયેલું જ રહેતુ ત્‍યારે એમ થતુ કે આપણે ન હોય તો પરિવારનું શું થશે. કારણ સમાજમાં જે જોવુ છુ કે ૫૨૭૪ દીકરીમાંથી ૭૪ કદાચ સારા ફેમેલી હશે બાકી ૫૨૦૦ દીકરીઓના પિતાના અવસાન પછી તેના નજીકનો પરિવાર તેની દરકાર કરતો નથી. આવી અનેક દીકરીઓએ પત્રો દ્વારા મહેશભાઇ પાસે વેદના ઠાલવી છે. જે દીકરીઓ જે સમૂહ લગ્નમાં પરણી હોય તેજ લગ્નના નામે પી.પી. સવાણી ગ્રૂપ પુસ્‍તક બહાર પાડે જેમાં દીકરીઓએ લખેલ પત્રો પ્રસિધ્‍ધ કરવામાં આવે. આવા અત્‍યાર સુધીમાં ૧૧ થી ૧૨ પુસ્‍તકો પ્રસિધ્‍ધ થઇ ચૂકયા છે. પુસ્‍તકનો વિચાર જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્યએ મહેશભાઇને આપેલો. એ વખતે કાજલબહેને કહેલું પણ ખરું કે દુનિયાનો કોઇ પણ લેખક આ પત્રોથી ઉંચી ભાષા નહીં લખી શકે. આ પત્રોને અક્ષરસહ પ્રસિધ્‍ધ કરો ત્‍યારથી અમે પુસ્‍તક રૂપે દીકરીઓએ લખેલા પત્રો પ્રસિધ્‍ધ કરીએ છીએ.

 સુરતમાં મહેશભાઇ સવાણી રાજકારણમાં પણ જોડાયા હતા. જોકે તેમને ૨૦૦૭ થી રાજકારણની ઓફરો આવે છે. ફરી રાજનીતિમાં જવાના છો? મહેશભાઇ કહે છે, રાજકારણમાં જવાનું કારણ મને સામાજીક કામમાં થયેલી રૂકાવટ હતી. એ વખતે કોવિડનું કામ હતું અને અમુક વ્‍યક્‍તિઓથી તકલીફો પડી એટલે રાજકારણમાં જવું પડ્‍યું. એ તકલીફોનું નિરાકરણ થઇ ગયું એટલે રાજકારણમાંથી નીકળી ફરી મારા કાર્યોમાં લાગી ગયો.

વલ્લભભાઇએ સંતાનોને એક જ વસ્‍તુ કહી છે કે પૈસા કમાતા પહેલા પૈસા વાપરતા શીખો. કમાવો છો એના કરતાં કઈ જગ્‍યાએ વાપરો છો એ મહત્ત્વનું છે. મહેશભાઇ કહે છે, હું કેટલું કમાઉ એ મહત્‍વનું નથી પણ ભગવાન પાસે એટલી તાકાત માગુ છુ કે હું જે સેવાકિય કાર્યો કરૂ છુ એ બધા લોકોનું કંઇકને કંઇક કાર્ય કરી શકુ, મદદરૂપ થઇ શકું. મને એવા લોકોને મેળવે જે મને સપોર્ટ કરે. નામ એનુ પણ કામ હું કરી શકુ એવી ઇચ્‍છા છે. કારણ માત્ર દીકરીઓને પરણાવી દીધી એટલે પુરૂ એવુ નહી જો જમાઇ સંજોગોવસાત કોઇ કારણસર મળત્‍યુ પામે તો એ દીકરીને દર મહિને ૧૦૦૦૦ રૂપિયા આપવાના, એના બાળકો ગ્રેજ્‍યુએટ થાય ત્‍યાં સુધી ભણવાની ફિ આપવાની વગેરે જેવી બાબતોમાં એક બાપનું જે કાર્ય હોય તે એક પિતા તરીકે કરવાની જવાબદારી મારી છે. 

હંમેશા ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવા એજ મારો શોખ. મહેશભાઇ સવાણીનું કહેવું છે કે, જીંદગી મોજથી જીવી લેવાની પણ કોઇને નડીને નહિ. ૩ નવેમ્‍બર ૧૯૭૦ના રોજ જન્‍મેલા મહેશભાઇએ તેમના ગામ રાણપરડામાં ત્રણ કિ.મી લાંબુ તળાવનુ નિર્માણ પણ કરાવ્‍યું છે. વલ્લભભાઇએ સતત કાર્યરત રહી તળાવ, ચેકડેમ, આરસીસી રોડ, આરોગ્‍ય ભવન, ક્રિકેટ ગ્રાઉન્‍ડ, લાયબ્રેરી, ચબુતરા, રાધાક્રિષ્‍ન સર્કલ, સ્‍કૂલ વગેરેનું નિર્માણ પણ કરાવ્‍યું છે. ભાવનગર જીલ્લામાં પાલીતાણાથી ૪ કિ.મીના અંતરે પાલીતાણા-ગારિધાર રોડ પર આ રાણપરડા ગામ આવેલું છે.  

નોંધનીય છે કે, મહેશભાઇ ૨૦૦૩ થી ૨૦૦૭ હું બેલ્‍જીયમ હતા ત્‍યારે ત્‍યાં અકિલા જ વાંચતા. એ વખતે ઓનલાઇન બીજુ કોઇ છાપુંજ નહોતું. ગુજરાતી ઓનલાઇન વર્તમાન પત્ર માત્ર ને માત્ર અકિલાજ વાંચવા મળતું. એ વખતે તેઓ સવારે ઓફિસે પહોંચી પહેલું કામ અકિલા વાંચવાનું જ કરતા. એટલુંજ નહીં બેલ્‍જીયમમાં જેટલા પણ ગુજરાતીઓ હતા એ તમામ અકિલા કોમ્‍યુટરમાં ઓનલાઇન અચૂક વાંચતા.

દીકરીઓ મહેશભાઇ સવાણીને વર્લ્‍ડના બેસ્‍ટ પપ્‍પા કહીને બોલાવે છે. જે રીતે સગા પિતા પોતાની લાડલી દીકરીનું ધ્‍યાન રાખે તેમ મહેશભાઇ તમામ દીકરીઓનું ધ્‍યાન રાખે છે. મહેશભાઇ એક જ વાત કહે છે આ દીકરીઓ એ આપણી આવતીકાલ છે. અકિલાની શુભેચ્‍છા મુલાકાત વખતે મહેશભાઇ સવાણીની સાથે મોહનભાઇ ધામેલિયા, હસમુખભાઇ ટીલાળા, કાળુભાઇ અકબરી, અમિતભાઇ અકબરી અને ભાદાભાઇ અકબરી ઉપસ્‍થીત રહ્યા હતા. (૩૭.)

 

 

એક દીકરીનો મહેશભાઇને ભાવવાહિ પત્ર....

જય રામાપીર વ્‍હાલા પપ્‍પા....

આજે રવિવાર એટલે તમારો લાગણી ભર્યો દિવસ તમને મળવાનો દિવસ એટલે એક બાપ અને દીકરીને એકબીજા ને મળીને સુખ દુઃખ ની વાતો કરીને મન હળવું કરવાનો દિવસ. આ રવિવારે હું પણ તમને એક શબ્‍દો થી મળીને મારી લાગણીઓ વ્‍યક્‍ત કરવા માંગુ છું  અને ખુબજ લાગણી સભર થોડું લખુ છું તમારી દીકરી રીનલ ના આ શબ્‍દો નિરાંતે વાંચજો હું શું લખુ, એ મને ખુદ ને નથી સમજાતું.

મને એ નથી સમજાતું કે મેં કયા એવા કર્મ કર્યા હશે જેથી મારી તમારી સાથે મુલાકાત થઈ અને તમારા વહાલ ની અવિરત ધારા અમારા પર હેત બનીને વરસી રહી છે પપ્‍પા......વીરલ ના લગ્ન થઈ ગયા તમે એટલા ધામ ધૂમ થી કર્યા કે મારી અત્‍યાર સુધીની પેઢી માં કોઈ એ આવા લગ્ન નથી કર્યા કે નથી જોયા.

અમે  કોઈની સામે વખાણ નથી કર્યા કારણ કે વખાણ કરવાની જરૂર જ ના રહી.  મારા જે કોઈ સગા લોકો વિરલ ના લગ્ન માં આવ્‍યા એ લોકો એમાંથી ઘણા જે લોકો એમ વિચારતા હતા કે હમણાં જ વિરલ ના મમ્‍મી ના પગ નું ઓપરેશન કરાવ્‍યું એમાં મોટો ખર્ચો થઈ ગયો હવે કઈ વધ્‍યું નઈ હોઈ અને પાપા પણ નથી. એક બાપ વગર દીકરી ના લગ્ન માં તો શું હશે સમૂહ લગ્ન માં તો વાળી શું નવાઈ હોઈ, ચાલો જય આવીશું. પણ જેવા એ લોકો લગ્ન માં આવ્‍યા બધાની આંખો ફાટી ગઈ કે આ શું છે? આટલી જાહોજલાલી અને આટલો વૈભવ અને એ પણ આ એક દીકરી માટે મંડપ ના ડેકોરેશન થી માંડીને મેહમાનો ની બેઠક વ્‍યવસ્‍થા જોઈ ને પોતે કયાંક સપનું નથી જોઈ રહયા એવો વી. આઈ. પી અનુભવ થયો.  એને ખબર નોતી કે બાર બીજ ના ધણી રામાપીરે અમને એવો બાપ આપ્‍યો છે જેની અમારે ઓળખાણ કરાવી પડે એમ નથી જેને દુનિયા મહા માનવ તરીકે ઓળખે છે એ મારાં પાપા મહેશપપ્‍પા અમારી સાથે છે.

અમારા સગા ઘણા એવા છે જે લોકો એ એની જિંદગી માં કયારેય કોઈ વિશે સારુ વાકય નઈ બોલ્‍યા હોઈ એ લોકો અમને સામે થી કેહવા આવ્‍યા કે આવા ભવ્‍ય લગ્ન આપણા ઘરે કદાચ ગમે એટલા રૂપિયા હોઈ તો પણ ના જ થઈ શકે. મહેશ ભાઈ જેવા માણસ  બનવું સહેલી વાત નથી આટલુ  સરસ આયોજન કરવું. એ આપણા હાથ ની વાત નથી આ કામ ફક્‍ત અને ફક્‍ત મહેશભાઈ જ કરી શકે બીજું કોઈ નહિ.

પપ્‍પા એક સાવ સાચી વાત કહું મારાં પપ્‍પા નાનપણ થી કેહતા કે મારી દીકરી ના લગ્ન માં મારે આખા ગામ ને ધુમાડાબંધ જમાડવા છે અને મારી દીકરી ના સ્‍વર્ગ માં લગ્ન થતા હોઈ એવો માહોલ ઉભો કરવો છે એ તો જતા રહ્યા પણ તમારો હાથ અમારા પર મુકાવતા ગયા અને આજે જુવો એની વર્ષો પેહલાની ઈચ્‍છા આજે હકીકત બની ગઈ વિરલ ના લગ્ન એટલા સરસ રીતે થયા કે એના માટે જેટલાં શબ્‍દો લખાય એટલા ઓછા છે પપ્‍પા...

મારાં લગ્ન માં પણ તમે એમ કેહતા હતા કે બેટા તારા લગ્ન અહીં કર તો મારી ઈચ્‍છા મુજબ હું તારા લગ્ન નો માહોલ બનાવી શકું પણ મારાં સાસરી વાળા ગામડે રહેતા હોવાથી ગામડે લગ્ન થયેલા પણ  તમારી હાજરી ના લીધે મારાં લગ્ન મને ત્‍યાં પણ ભાવ્‍યાંતિભવ્‍યા લગ્ન જેવું મેહસૂસ કરાવ્‍યું એનું કારણ ફક્‍ત એટલું જ કે તમે ત્‍યાં મારી સાથે હતા. મારાં પરિવાર માં જીવવાની જરાં પણ ઈચ્‍છા નોહતી એવાજ સમય માં તમે મને મળેલા અને અમારા મા નવી ઉર્જા નો સંચાર થયો જાણે ડૂબતા માણસ ને તણખલુ નહિ પણ મોટી નાવડી મળી ગઈ હોઈ અને એવુ લાગવા માંડ્‍યું કે હવે અમને ભગવાન મળી ગયા હોઈ અને જીવન ઘણું સરળ થઈ ગયું અને આજે વિરલ ના લગ્ન માં મારાં પાપા ની ગેરહાજર છે એવુ આપણા સવાણી પરિવાર અને તમે તમેં જરાં પણ લાગવા ના દીધું. અને મારાં પપ્‍પા પણ સ્‍વર્ગ ના ખૂણે થી એની દીકરી વિરલ ના લગ્ન જોઈને ભગવાન ને પ્રાર્થના કરતા હશે કે હે ભગવાન.....જો માણસ રૂપે મને ફરી જન્‍મ મળે તો મારી જિંદગી મને ના આપતાં પર મહેશ ભાઈ ની જિંદગી માં મારા વર્ષો ઉમેરી દેજો..... પાપા હું ખુબજ ભાગ્‍યશાળી છું  અને મને તમારી દીકરી હોવાનો ખુબજ ગર્વ છે અને અમે બંને બહેનો તમને વચન આપીયે છીયે કે તમે બનાવેલી સત્‍કાર્યો ની કેડિ પર ચાલીશું અને બીજા ના જીવન માં ખુશીયો લાવવાના ભરપૂર પ્રયત્‍ન કરીશું એવા કર્મ કરીશું કે જન્‍મો જન્‍મ સુધી તમે જ અમારા પપ્‍પા સ્‍વરૂપે મળો એવી ભગવાન ને પ્રાર્થના.....

 Love you so much....મારાં ભગવાન jeva પપ્‍પા

તમારી વહાલી દીકરી....(૩૭.)

 

‘જનનીધામ' એવી દીકરીઓનું મમતારૂપી ધામ જેનું છૂટયું ઘર-બાર HIV ના કારણે....

વિકાસશીલ ગુજરાતનું નાનકડું એવું કલંક આંખે ઉગીને વળગે તેવું હતું. જે ભોળા નાનકડી દીકરીઓને વારસામાં HIV Positive મળ્‍યો હોય અને માતા-પિતાની છત્ર ગુમાવી હોય એવા ૭૧ થી વધુ કુમળી દીકરીઓને મહેશભાઇ સવાણીએ ઉમ્‍મીદનું ઘર આપ્‍યું એટલે કે પુ.અજવાળીબા ના વાત્‍સલ્‍યનો છાંયડો ૅજનનીધામૅ ની સ્‍થાપના કરી. આજે ‘જનનીધામ' માં એચઆઈવી પીડિત બાલિકાઓને પ્રેમ, પોષણ, રક્ષણ અને શિક્ષણ આપી વાત્‍સલ્‍યનો છાંયડો અપાય છે. મહેશભાઇ કહે છે, કોઇને રેલવેના પાટે બાંધી દીધી હોય, નદિમાં ફેંકી દીધી હોય એમાંથી જે દીકરીઓ બચી ગઇ હોય તે આ જનનીધામ સુરતમાં રહે છે. મહેશભાઇએ તેમના અજવાળીબાના જન્‍મદિવસે આ જનનીધામ બનાવ્‍યું. નાનામાં નાની ત્રણ મહિનાની દીકરી મળી હતી જેને પાલનપુરમાં રેલવે ટ્રેક પર બાંધેલી હતી. પોલીસ હસ્‍તક આવતા એનો મેડીકલ ટેસ્‍ટ કરાયો જેમાં HIV અવ્‍યો અને આ દીકરી જનનીધામમાં આવી. પી.પી.સવાણી ગ્રૂપ દ્વારા HIV ના કારણે જે દીકરીઓના ઘર-બાર નથી એને જનનીધામમાં આસરો અપાય છે. અહિં રહેતી દીકરીઓના દર મહિને ખાસ પ્રકારના HIV માટેના ટેસ્‍ટ પર કરાય છે.

‘મનાલી' પ્રવાસ સવાણી પરિવાર એકલું નહી  ‘જનનીધામ'ની દીકરીઓ સાથે લઇ જઈ વેકેશનની મજા માણે છે. હોળી. ધૂળેટી, દિવાળી તો સૌ ઉજવે પણ જનનીધામના પરિવાર વિહોણી દીકરીઓ સાથે રક્ષાબંધન સવાણી પરિવારના દિકરાઓ ઉજવણી કરે છે. એવી પણ અમુક દીકરીઓ છે જેના પરિવારમાં માતા-પિતા સહિત કોઇજ ન હોય તેવી ૧૦ થી ૧૨ દીકરીઓને પણ પી.પી.સવાણી ગ્રૂપે આશરો આપ્‍યો છે. (૩૭.)

 

બંને પુત્રવધૂના ચરણ સ્‍પર્શ કરીને પછી જ ઘરની બહાર નીકળે છે મહેશભાઈ..!

દરેક સાસુ-સસરાએ એ સમજવું જોઇએ કે તમારો વંશ આગળ લઇ જનાર તમરો દીકરો નહીં આવનાર દીકરીઓ છે એટલે એનુ જતન કરવું જોઇએ

તમને જાણીને નવાઈ લાગશે પણ મહેશભાઈ સવાણી આજે પણ ઘરની બહાર જાય તો તેમની બંને પુત્રવધૂના ચરણસ્‍પર્શ કરીને નીકળે છે. કારણ પૂછતા મહેશભાઇએ સુંદર પ્રત્‍યુતર આપ્‍યો. તેમણે કહ્યું કે, એ દીકરીઓ ભગવાનની પૂજા કરે અને હું એમને પગે લાગુ. સવારે હું ઓફિસે જાઉં તે પહેલા બંનેમાંથી જે દીકરી હાજર હોય તે મને ચાંદલો કરે પછી હું બંને દીકરીને પગે લાગુ અને પછીજ ઘરની બહાર નીકળુ કારણ મને એવું લાગે છે કે મારા ભગવાન એ બંને દીકરીઓ છે. મારો વંશ એ વધારવાની છે અને વધાર્યો પણ છે. હું તો કહુ છુ કે દરેક સાસુ-સસરાએ એ સમજવું જોઇએ કે તમારો વંશ આગળ લઇ જનાર તમરો દીકરો નહીં આવનાર દીકરીઓ છે એટલે એનુ જતન કરવું જોઇએ.

મહેશભાઈ સવાણી માટે કોઈ પણસ્ત્રી ભગવાનનું રૂપ છે. મેં મારી પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ કહી નથી. મારી બંને દીકરીઓ એટલે કે મારા બંને દીકરા મિતુલ અને મોહિતના પત્‍ની જાનકી અને આયુષીને પગે લાગીને નીકળું છું કેમ કે હું એમને જ ભગવાન માનું છું. એ બંને મારી દીકરીઓ જ છે. બંને દીકરીઓ મારી સ્‍કૂલ સંભાળે છે અને સોશિયલ પ્રોગ્રામ હોય ત્‍યારે પણ જવાબદારી નિભાવતી હોય છે.

 

 

મહેશભાઇ અડધી બાંયના જ શર્ટ પહેરવા પસંદ કરે છે..કારણ..?

અનેક દીકરીઓના પાલક પિતા મહેશભાઇ સવાણીનું જીવન એકદમ સાદગી ભર્યું છે. તેમના પિતા વલ્લભભાઇ જેમ આજીવન સફેદ કપડાંજ પહેરે છે તેમ મોટા ભાગે મહેશભાઇ પણ અડધી બાંયના શર્ટ જ પહેરે છે. તેમના મોટા ભાગના ફોટાઓમાં તેઓ હાફ સ્‍લીવ શર્ટમાંજ દેખાય છે. આ વિશે પૂછતા એક હાસ્‍ય સાથે મહેશભાઇએ કહ્યું કે, મને આખી બાંયના શર્ટ ફાવતા નથી એટલે નથી પહેરતો. હું જ્‍યારે શૂટ પહેરૂ તો અંદર શર્ટ તો ટુંકી બાંયના જ પહેરૂ છું. કારણ આખી બાંય ના શર્ટ પહેરીએ તો બાંધી દીધા હોય તેવું લાગે. બેલ્‍જીયમમાં એક નિયમ છે કે ત્‍યાં ડાયમંડ ક્‍લબ હોય ત્‍યાં ફરજીયાત શૂટ પહેરવો પણ હું ત્‍યાં પણ શૂટ પહેરતો નથી. શૂટ પહેરો તો બાંધી દીધા હોય તેવું લાગે.

 

 

પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને પરણાવી પિતાની હૂંફ પૂરી પાડે છે મહેશભાઈ

દીકરીઓને પરણાવવાનો વિચાર કઇ રીતે આવ્‍યો? મહેશભાઇ કહે છે, અમારી કંપનીમાં કામ કરતા ઇશ્વરભાઇ ઢસા ફેક્‍ટરી ચલાવતા. તેની બંને દીકરીઓ અને દીકરાઓને મેં નાનપણથી રમાડ્‍યા હતા. ઇશ્વરભાઇની બંને દીકરીઓની સગાઇ પણ મેંજ કરાવી હતી. ઇશ્વરભાઇને ફાઇનાન્‍સીયલ તકલીફ હતી. ૨૦૦૮ માં બંને દીકરીઓના લગ્નના ૧૦ દિવસ પહેલા તેઓ દાગીનો લેવા જવેરી પાસે ગયા ત્‍યારે જવેરીએ કહ્યું કે તમે ૧૦૦ ટકા રકમ આપો તોજ દાગીનો આપું. ઇશ્વરભાઇએ કહ્યું ૫૦ ટકા અત્‍યારે આપુ અને બાકીના પછી આપું ત્‍યારે જવેરીએ ના પાડી. એ વખતે ઇશ્વરભાઇને જવેરીની દુકાનમાંજ હાર્ટ એટેક આવ્‍યો અને અવસાન પામ્‍યા. એ વખતે કોઇએ સપોર્ટ ન કર્યો. મેં ઇશ્વરભાઇની એ બંને દીકરીઓનું કન્‍યાદાન કર્યું અને લગ્ન કરાવ્‍યા. એ પછી મને વિચાર આવ્‍યો કે, આવી કેટલી દીકરીઓ હશે જેણે તેમના પિતાની છત્રછાયા ઘણા સમય પહેલા ગુમાવી દીધી હશે અને તેના સપનાઓનું શું? ત્‍યારે મેં નક્કી કર્યું કે સુરતમાં જ્‍યાં પણ સમૂહ લગ્ન થતા હોય તેમાં પરણતી દરેક જ્ઞાતિઓની બાપ વિનાની દીકરીઓને કરિયાર હું આપીશ અને કન્‍યાદાન પણ હું આપીશ. એટલું જ નહીં આજીવન એની જવાબદારી મારી.

એક બાપની જવાબદારી હું નિભાવીશ. શરૂમાં અલગ-અલગ સમૂહ લગ્નમાં દીકરીઓને મદદ કરી અને વર્ષ ૨૦૧૧ થી આવી પિતા વિહોણી દીકરીઓ માટે પી.પી.સવાણી ગ્રૂપ દ્વારા જ આયોજન શરૂ કરાયા. એ શીલશીલો આજે પણ અવિરત ચાલું જ છે. અત્‍યાર સુધીમાં મહેશભાઇએ ૫૨૭૪ દીકરીઓને પરણાવી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ દીકરીઓને પરણાવ્‍યા બાદ આજે પણ તે તમામ આજે પણ પાલક પિતા મહેશભાઇના સંપર્કમાં છે. આજે આ સેવા યજ્ઞને આ વખતે ૧૬ વર્ષ થયા. આ તમામ દીકરીઓને રોલ નંબર આપ્‍યા છે. પહેલેથી લઇ અત્‍યાર સુધી દીકા-૧ થી લઇ આઇ-ડી કાર્ડ મુજબ રોલ નંબર આપ્‍યા છે. જેમાં દીકરી જમાઇને આઇ-ડી કાર્ડ અપાય છે. જેને પી.પી.સવાણીની સેવા મેળવવા કોઇ અન્‍ય કાર્ડની જરૂર નથી રહેતી. એટલુંજ નહીં દરેક લગ્નના અલગ-અલગ ગ્રૂપ બનાવ્‍યા છે. જેમકે પિયુરિયું લગ્નોત્‍સવમાં ૧૧૧ દીકરીઓના લગ્ન થયા તો તેનું અલગ ગ્રૂપ પણ બનાવ્‍યા છે. ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્‍યા વગર તેમના આજે પણ ધામધૂમથી લગ્ન કરાવે છે. 

 

સવાણી પરિવારમાં જે કોઇ વરઘોડો ન કાઢે તેને અપાય છે રૂ. ૨૫૦૦૦..!

સામાન્‍ય રીતે લગ્નમાં ધામધુમ હોય એ સ્‍વાભાવિક છે. જ્‍યારે મહેશભાઇ સવાણી અને સમગ્ર પરિવાર સમુહ લગ્નમાં માને છે. તેઓ કહે છે, મારા બાપુજીએ મારા લગ્ન સમૂહમાં કર્યા હતા. અમે ચાર ભાઈ-બહેન છીએ તેમના પણ લગ્ન સમૂહમાં કર્યા હતા. મે મારા બે દીકરાઓ મિતુલ અને મોહિતના લગ્ન પણ સમૂહ કર્યા હતા. મારા ભાઈના બે દીકરાઓના લગ્ન પણ સમુહમાં જ થયા. લગ્નમાં વરઘોડો, પીઠી, ફુલેકુ કાઢવું આ કોઇ લગ્નના રિવાજ છે જ નહી. આ જુના જમાનાના નવરાશના જે રિવાજો હતા એ છે. ખેતરમાં કામ કરતા હોય અને કાળા ડીબાંગ જેવા થઇ ગ્‍યા હોય. એ વરરાજાનો વાન ખુલે એટલે પીઠી ચોળતા. જ્‍યારે હવે બ્‍યુટી પાર્લર થયા પછી પણ પીઠી ચોળે છે. જ્‍યારે વરઘોડો એટલે કાઢતા કે દિકરા - દીકરીનો સંબંધ કર્યો હોય તો એકબીજા સાથે ફરવાતો દુર એકબીજાને મળવાનો પણ રીવાજ નહોતો. જ્‍યારે ગામના પાદરે જાન આવતી એટલે ઢોલ વગાડી પહોંચ કરાતી. ઘોડી પર વરરાજાને બેસાડી પહેલી વખત ગામની શેરીઓ જોવા માટે ફેરવે જેથી ગામને પણ ખબર પડે કે અમારા ગામનો જમાઇ કેવો છે તે જોવે એટલે વરઘોડો કાઢતા. આજે સવારે લગન હોય અને બપોર પછી ફરવા ઉપડી જાય એને વરઘોડો ન કહેવાય.

(3:50 PM IST)